ઉત્તરપ્રદેશ: હાલમાં કાનપુરમાં એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસ પાસે પહોંચેલા એક યુવકે જણાવ્યું હતું કે, 10 મહિનાના લવ મેરેજ બાદ પત્નીને ખબર નહિ શું થયું, તે હવે તેની સાથે રહેવા તૈયાર નથી. પત્ની તેની માતા સાથે ઘરેણાં અને રોકડ રકમ લઈને નીકળી હતી. હવે તેણે બીજી વખત લગ્ન કરી લીધા છે. આ માહિતી પત્નીના બીજા લગ્નનો વીડિયો પરથી જાણવા મળી છે. પીડિત યુવક તેની પત્નીનો આ વીડિયો લઈને પોલીસ પાસે પહોંચ્યો હતો. જેથી હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.
કાનપુરના બાબુપુરવાના રહેવાસી અમિત શર્માએ જણાવ્યું હતું કે, તેનો ગોવિંદ નગર કાચી બસ્તીમાં રહેતી રૂચી વર્મા સાથે પ્રેમ સંબંધ હતો. બંનેએ 4 જૂન 2020ના રોજ આર્યસમાજ મંદિરમાં પરિવારના સભ્યોની સંમતિથી લગ્ન કર્યા. કોરોના સમયગાળા દરમિયાન યોજાયેલા આ લગ્નમાં ઘરના ફક્ત પાંચ જ લોકો હાજર હતા. તેમના લગ્ન જે મંદિરમાં થયા હતા ત્યાનું પ્રમાણપત્ર પણ તેમની પાસે છે.
અમિતે જણાવ્યું હતું કે, લવ મેરેજ બાદ બંને ખુશીથી સાથે મળીને આરામદાયક જીવન જીવી રહ્યા હતા. લગ્નના ચાર મહિના પછી, 23 સપ્ટેમ્બરે પત્નીની માતા તેના ઘરે આવી હતી અને પરિવારમાં કોઈના લગ્ન હોવાના બહાને તે રૂચીને પોતાની સાથે લઈ ગઈ. રૂચિ ઘરેથી 50 હજારની રોકડ અને ઝવેરાત લઇને નીકળી હતી.
તેના પિયર ગયાના થોડા દિવસો બાદ જ્યારે તેના પતિએ રૂચીને ફોન કર્યો ત્યારે તેનો મોબાઇલ બંધ હતો. ત્યારબાદ જ્યારે તે તેની પત્નીને લેવા તેના ઘરે પહોંચ્યો ત્યારે તેણે તેની સાથે જવાનો ઇનકાર કરી દીધો હતો. તેણે ઘણું સમજાવ્યું, પણ રૂચિ તેની સાથે પરત આવા તૈયાર થઇ નહી. ત્યારબાદ તેણે આ અંગે તપાસ શરૂ કરી, જેમાં આશ્ચર્યજનક સત્ય સામે આવ્યું.
અમિતે જણાવ્યું હતું કે, ત્રણ દિવસ પહેલા તેમને ખબર પડી હતી કે રુચિએ છૂટાછેડા લીધા વિના અન્ય વ્યક્તિ સાથે લગ્ન કર્યા છે. તેને પહેલા તો વિશ્વાસ નહોતો થયો. પરંતુ, એકવાર તે રતનલાલ નગર સ્થિત આર્યસમાજ મંદિરે પહોંચ્યો, જ્યારે માહિતી એકત્રિત કરી. આ દરમિયાન, તેણે તેની પત્નીના બીજા લગ્નનો વીડિયો શોધી કાઢ્યો. આ વીડિયો જોઇને તેના હોશ ઉડી ગયા હતા.
પીડિત યુવકે પોલીસને જણાવ્યું હતું કે, પત્નીએ જુલાઈ 2021ના રોજ બીજા પુરુષ સાથે લગ્ન કર્યા હતા. તેણે પત્ની અને તેના પરિવારના સભ્યો પર છેતરપિંડીનો આરોપ લગાવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત, અમિત કહે છે કે, પત્નીએ અત્યાર સુધી ત્રણ લગ્ન કર્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.