બિહાર(Bihar): ગલવાન ઘાટી(Galvan Valley)માં અદમ્ય હિંમતથી ચીની સૈનિકોને હરાવીને સર્વોચ્ચ બલિદાન આપનાર બિહાર રેજિમેન્ટ(Bihar Regiment)ની 16મી બટાલિયનના શહીદ નાઈક દીપક સિંહ(Martyr Naik Deepak Singh)ની પત્ની રેખા દેવી(REKHA DEVI) હવે સેનામાં અધિકારી બનશે. સેનામાં ઓફિસર બનવા માટે રેખા દેવીએ મહત્વની પરીક્ષા પાસ કરી છે. રેખા દેવીએ આર્મીની અઘરી પર્સનાલિટી અને ઇન્ટેલિજન્સ પરીક્ષા પાસ કરી હતી. હવે તે ઓફિસર ટ્રેનિંગ એકેડમી, ચેન્નાઈમાં ટ્રેનિંગ મેળવશે. જણાવી દઈએ કે, 15 જૂન 2020ના રોજ પૂર્વ લદ્દાખની ગલવાન ઘાટીમાં ચીની સેના સાથેની ભારે અથડામણમાં નાઈક દીપક સિંહ શહીદ થયા હતા.
નાઈક દીપક સિંહની પત્ની રેખા દેવી 23 વર્ષની છે અને તેણે આ પરીક્ષા પાસ કરવા માટે ઘણી મહેનત કરી છે. નાઈક દીપક સિંહ ગલવાન ઘાટીમાં ચીની સૈનિકોને હાંકી કાઢવા દરમિયાન શહીદ થયા હતા. ગયા વર્ષે નવેમ્બરમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા તેમને મરણોત્તર વીર ચક્ર એનાયત કરવામાં આવ્યા હતા. પરમ વીર ચક્ર, મહાવીર ચક્ર પછી વીર ચક્ર એ યુદ્ધ દરમિયાન સૈન્ય માટેનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર છે.
પાંચ દિવસની સખત પરીક્ષા
રેખા દેવીએ અલ્હાબાદમાં આર્મીની પાંચ-દિવસીય સર્વિસ સિલેક્શન બોર્ડની પરીક્ષા આપી હતી અને ખૂબ જ અઘરી આર્મી પરીક્ષા પાસ કરી હતી. આર્મીના સર્વિસિસ સિલેક્શન બોર્ડે શુક્રવારે રેખા દેવીને મુશ્કેલ પરીક્ષા પાસ કરી હોવાનું જાહેર કર્યું હતું. હવે તેમને ચેન્નાઈમાં પ્રી-સર્વિસ ટ્રેનિંગ આપવામાં આવશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પસંદ કરાયેલ ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવે તે પહેલાં રેખા દેવીએ મેડિકલ ટેસ્ટ પાસ કરવી પડશે.
CDS પરીક્ષામાંથી મુક્તિ
જણાવી દઈએ કે શહીદોની પત્નીઓને પરીક્ષામાં ઉંમરમાં છૂટછાટ મળે છે. જો કે, OTM માટે વય મર્યાદા 19 થી 25 વર્ષ છે. રેખા દેવીની ઉંમર હવે માત્ર 23 વર્ષની છે. રેખા દેવી ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમીમાં નવ મહિનાની સખત તાલીમ લેશે. આ પછી, તેમની સેનામાં લેફ્ટનન્ટ રેન્કમાં ભરતી કરવામાં આવશે.
રેખા મધ્ય પ્રદેશના રીવાથી વતની છે. શહીદોની પત્નીઓને સેનામાં જોડાવા માટે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવતી સીડીએસ પરીક્ષામાંથી મુક્તિ આપવામાં આવે છે, પરંતુ એસએસબી દ્વારા પાંચ દિવસની કઠિન પરીક્ષા લેવામાં આવે છે. તે પછી તેમની પસંદગી કરવામાં આવે છે. આ નિયમ હેઠળ શહીદ જવાનોના નજીકના સંબંધીઓની ભરતી કરવામાં આવે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.