પ્રેમ લગ્ન (love marriage) ના દર્દનાક અંતનો કિસ્સો સામે આવ્યો છે. હૃદયદ્રાવક બનેલી આ ઘટનામાં એક ક્રૂર બાપે ચાર માસની માસૂમ પુત્રીને પગે કચડીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આ ઘટના જોઈને જ્યારે પત્ની રડી પડી ત્યારે તેણે તેની સાડી વડે તેનું ગળું દબાવી હત્યા કરી નાખી. પતિ-પત્ની અને પિતા-પુત્રીના સંબંધોનો આ શરમજનક કિસ્સો બે મહિના જૂનો છે. પરંતુ હવે પોલીસે તપાસ બાદ આ બાબતનું રહસ્ય ખોલતા આરોપી યુવકની ધરપકડ કરી લીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, બે મહિના પહેલા એક કુવામાંથી એક મહિલાની લાશ મળી આવી હતી. નજીકમાં ઝાડીઓમાંથી એક બાળકીનો મૃતદેહ પણ મળી આવ્યો હતો. ત્યારે મૃતક મહિલા અને તે માસૂમ બાળકીની ઓળખ થઈ શકી ન હતી. જે બાદ પોલીસે લાશને 72 કલાક સુધી ઓળખ માટે રાખ્યા બાદ તેના અંતિમ સંસ્કાર કર્યા હતા. જો કે ત્યારબાદ પોલીસ તપાસ ચાલુ રહી હતી.
વિનીતાએ અરવિંદ સાથે આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન કર્યા હતા.
મહિલાની ઓળખ બાદ પોલીસે જ્યારે વિનીતાના માતા અને પિતાનો સંપર્ક કર્યો તો વાસ્તવિકતા સામે આવી. વિનીતાના માતા-પિતાએ જણાવ્યું કે પુત્રીએ અરવિંદ નામના યુવક સાથે આંતરજ્ઞાતિય પ્રેમ લગ્ન કર્યા હતા. થોડા દિવસો સુધી બંને વચ્ચેના સંબંધો સુખદ હતા, પરંતુ બાદમાં પરિવારના સભ્યોના દબાણમાં અરવિંદે વિનિતાને માર મારવાનું શરૂ કર્યું.
બીજા લગ્ન નક્કી થયા બાદ પતિ-પત્ની વચ્ચે વિવાદ વધ્યો-
વિનીતાના પરિવારજનોએ જણાવ્યું કે અરવિંદનો પરિવાર તેના બીજા લગ્ન કરાવવા માંગતો હતો. તેથી જ અરવિંદ વિનીતાથી અંતર રાખવા લાગ્યો. આ દરમિયાન તેને એક પુત્રીનો જન્મ થયો. પરંતુ તે પછી પણ અરવિંદના સંબંધીઓએ તેના લગ્ન અન્ય જગ્યાએ નક્કી કર્યા હતા. જે બાદ અરવિંદ પત્ની અને પુત્રીથી દૂર રહેવા લાગ્યો હતો.
એક દિવસ પતિ-પત્ની વચ્ચેના ઝઘડા દરમિયાન અરવિંદે તેની 4 મહિનાની પુત્રીને પગથી કચડીને હત્યા કરી નાખી અને પછી તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી. ત્યારબાદ પત્નીની લાશને કૂવામાં ફેંકી દીધી હતી. લાંબી તપાસ બાદ પોલીસે હવે આરોપીની ધરપકડ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.