સુરતમાં અંધશ્રદ્ધાના કારણે એક પરિણીતાનો જીવ ગયો છે. એક પરિણીતાને બાળક ન થતા હોવાના કારણે તેના પતિ પરિણીતાને દવાખાને લઈ જવાના બદલે ભૂવા પાસે લઇ ગયો હતો અને ત્યારબાદ ભૂવાએ પરિણીતાને ડામ આપ્યા હતા. ડામ આપવાના આઘાતમાં આવીને પરિણીતાએ આપઘાતનો રસ્તો અપનાવ્યો. જેના કારણે પરિણીતાની માતાએ જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
એક રીપોર્ટ અનુસાર, સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં કોમલ રાઠોડ નામની પરિણીતાએ આપઘાત કર્યો હતો. આપઘાતના પગલે કોમલની જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં સાસરિયા અને કોમલના પતિ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે, કોમલ બાળકને જન્મ આપી શકતી ન હતી. જેના કારણે કોમલનો પતિ દીપક રાઠોડ તેને હોસ્પિટલ લઇ જવાના બદલે અંધશ્રદ્ધામાં આવીને ભૂવા પાસે લઇ જતો હતો. કોમલે તેની માતાને ફોન કરીને આ બાબતે જાણ કરી હતી. કોમલની ઈચ્છા ન હોવા છતાં તેને ભૂવા પાસે લઈ જવામાં આવી હતી અને ભૂવા દ્વારા કોમલને ડામ આપવામાં આવ્યા હતા.
ડામ આપવામાં આવતા કોમલ આઘાતમાં આવી ગઈ હતી. જેના કારણે તેણે કંટાળીને અંતે આપઘાતનું આત્યંતિક પગલું ભરી લીધું હતું. દીકરીએ આપઘાત કર્યો હોવાની જાણ માતાને થતા માતા પર આભ તૂટી પડ્યું હતું. ત્યારબાદ કોમલની માતાએ જહાંગીરપુર પોલીસ સ્ટેશનમાં કોમલના સાસરિયા અને પતિ દીપક સામે ફરિયાદ દાખલ કરાવી હતી.
પોલીસે સમગ્ર મામલે તપાસ કરીને પતિ દીપકની ધરપકડ કરી છે. આ સમગ્ર મામલે પોલીસે દીપક સામે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. પતિની ધરપકડ બાદ પોલીસે કોમલને ડામ આપનાર ભૂવાની પણ શોધખોળ શરૂ કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.