નાનપુરામાં એક દંપતી દોઢ મહિનાના બાળકને તેડીને જાહેર રસ્તા પર જ ઝઘડો કરી રહ્યા નજરે ચડ્યા છે. પતિ દોઢ માસના બાળકને ખોળામાં રાખી તેની પત્નીને જાહેર રસ્તા પર જ મારી રહ્યો હતો અને ત્યારબાદ તેનો હાથ પકડીને તેને ઘરે લઇ જવા માટે દબાણ કરતો હતો.
આ જ સમયે ત્યાંથી ચૂંટણીનો પ્રચાર કરતી એક રેલી નીકળી હતી. આ રેલીની આગળ જ એક પોલીસની ગાડી હતી અને આ ઘટના નજરે જોતા જ પોલીસ મહિલા પાસે દોડીને પહોચ્યા હતા. પતિ પત્નીને રોકવાનો પ્રયત્ન કરી રહ્યો હતો અને આ દ્રશ્યો નજરે જોતા પોલીસ ત્યાં આવી પહોચી હતી. પોલીસે તેના પતિને પુછતાછ કરી અને ત્યારબાદ પોલીસ પતિને પોલીસ સ્ટેસન લઇ જઈ રહી હતી ત્યાં તેની પત્નીએ તેના પતિની સીફારીસ કરી હતી અને તેને તેના હાલ પર છોડી દેવા કહ્યું હતું.
પતિએ પોલીસને જણાવતા કહ્યું હતું કે, તેની પત્ની તેના દોઢ મહિનાના બાળકને દૂધ નહોતી પીવડાવતી અને આ કારણે હું તેને મારી રહ્યો હતો. ત્યારબાદ ઘટનાને શાંત પાડી પોલીસે પતિ પત્નીને સમજાવીને ઘરે મોકલી દીધા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle