શું ખરેખર 2 હજારની નોટ થઇ જશે બંધ ? માર્કેટમાં થશે આ નવી નોટની એન્ટ્રી: આ વાત ફેલાય રહી છે આગની જેમ

ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ ઉપર આજકાલ એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, નોટબંધી બાદ આવેલી બે હજારની નોટ…

ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ ઉપર આજકાલ એક મેસેજ વાયરલ થઇ રહ્યો છે. આ મેસેજમાં દાવો કરવામાં આવ્યો છે કે, નોટબંધી બાદ આવેલી બે હજારની નોટ પણ હવે બંધ થઇ જશે. દાવો કરવામાં આવ્યો છે કે, માર્કેટમાં સરકાર ફરીથી એક હજારની નોટ લાવવાની તૈયારી કરી રહી છે. આ દાવામાં સોશિયલ મીડિયા પર રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાલો તમને જણાવીએ કે, આખરે આ મેસેજની હકીકત શું છે.

વાયરલ મેસેજમાં છે આ દાવો:

વાયરલ મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે, રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયા એક જાન્યુઆરી 2020થી એક હજાર રૂપિયાની નવી નોટ બહાર પાડવા જઇ રહી છે. રિઝર્વ બેન્ક 2000 ની તમામ નોટ પરત મંગાવી રહી છે. તમે ફક્ત 50 હજાર રૂપિયા સુધીની નોટો જ બદલાવી શકો છો. જલ્દી આ નોટો બદલી નાંખો. એટલે કે આ વાયરલ મેસેજ અનુસાર, 2000 રૂપિયાની નોટ બંધ થઇ ચુકી છે અને જો તમારી પાસે 2000ની નોટ હોય તો હવે કોઇ કામની નથી. આ મેસેજ વાંચનાર દરેક શખ્સ પરેશાન છે.

જાણો શું છે હકીકત?

તમને જણાવી દઇએ કે, આ મેસેજ માત્ર અફવા છે. સ્ટેટ બેન્ક ઑફ ઇન્ડિયા અને અન્ય બેન્ક તે સ્પષ્ટતા કરી ચુકી છે કે, માર્ટમાં બે હજારની નોટનું ચલણ બંધ નથી થયુ. તાજેતરમાં જ એક આરટીઆઇનો જવાબ આપતાં રિઝર્વ બેન્ક ઑફ ઇન્ડિયાએ કહ્યું હતું કે, બે હજાર રૂપિયાની નોટનું છાપકામ બંધ કરી દેવામાં આવ્યું છે પરંતુ માર્કેટમાં રહેલી બે હજારની નોટ પરત લેવામાં નહી આવે.

આરબીઆઇએ તે પણ સ્પષ્ટતા કરી હતી કે, તેની તરફથી બે હજારની નોટ બંધ કરવાનો કોઇ આદેશ આપવામાં નથી આવ્યો. તેથી અફવાઓ પર ધ્યાન ન આપો. આ મેસેજ ફક્ત એક અફવા જ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *