સામાન્ય નાગરિકનો PM મોદીને પત્ર: પેટ્રોલ અને ગેસ હપ્તેથી આપવા કરી માંગ- તમે શું કહેશો આ વિશે?

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)ના ધોરાજી(Dhoraji) તાલુકાના રહેવાસી સંકેત મકવાણા(Sanket Makwana) નામના યુવક દ્વારા મંગળવારે પ્રાંત અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓએ હપ્તે પેટ્રોલ અને ગેસના બોટલની…

ગુજરાત(Gujarat): રાજકોટ(Rajkot)ના ધોરાજી(Dhoraji) તાલુકાના રહેવાસી સંકેત મકવાણા(Sanket Makwana) નામના યુવક દ્વારા મંગળવારે પ્રાંત અધિકારીની કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓએ હપ્તે પેટ્રોલ અને ગેસના બોટલની માંગણી કરતાં અવાચક બની ગયા હતા. પત્રમાં ગેસ અને પેટ્રોલના જૂના અને નવા ભાવોને ટાંકવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે પ્રવર્તમાન સંજોગોમાં ઊંચા ભાવને કારણે સામાન્ય લોકો પરેશાન થઈ રહ્યા છે.

વડાપ્રધાનને પત્ર લખનાર સંકેત મકવાણા.

વધુમાં જણાવતા કહ્યું છે કે, તેમના પરિવારમાં કુલ 4 લોકો છે બાળકોનો ભણતરનો ખર્ચ અને કમરતોડ મોંઘવારીને કારણે ઘર ચલાવવું અત્યંત કાફોડું બની ગયું છે તેથી પેટ્રોલ અને ગેસનો બાટલો તેમને હપ્તેથી આપવાની પણ સુવિધા આપવામાં આવે તેવી વાત આ પત્રમાં કરવામાં આવી છે. સંકેતે પત્ર ઉપરાંત જણાવતા કહ્યું હતું કે, હાલમાં પ્રજા માટે સૌથી મોટી સમસ્યા ઈંધણનો આસમાની ભાવવધારો છે જેનું યોગ્ય નિરાકરણ સરકાર દ્વારા લાવવું જોઈએ.

PMને ઉદ્દેશીને લખવામાં આવેલ પત્ર:
હું ભારત દેશનો રહેવાસી છું અને ધોરાજીમાં રહું છું. આપ સાહેબની સરકાર આવ્યા પછી જે ગેસના બાટલાના 350 રૂપિયા હતા તેના રૂ.1050 થઈ ગયેલ છે. જે પેટ્રોલનો ભાવ 70 રૂપિયા હતો તેના 104 રૂપિયા થઈ ગયા છે. હું એક સામાન્ય પરિવારમાંથી આવું છું જેથી ઘર ચલાવવું મુશ્કેલ બને છે.

PMને લખેલો પત્ર

વધુમાં કહ્યું છે કે, મારા પરિવારમાં 4 વ્યક્તિ હોય છોકરાઓને ભણાવવાનો ખર્ચ અને આવી મોંઘવારીમાં ઘર ચલાવી શકાય તેમ ન હોય તો આપ સાહેબને મારી નમ્ર વિનંતી છે કે પેટ્રોલ અને ગેસનો બાટલો મને હપતેથી આપવામાં આવે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *