ગુજરાતે વીજ કંપનીઓને ભાડુ વધારવાની મંજૂરી આપી, શું વધી જશે તમારુ લાઈટ બિલ?

Published on Trishul News at 7:59 AM, Tue, 4 December 2018

Last modified on December 4th, 2018 at 7:59 AM

વિદેશથી આયાત થતા કોલસાના ભાવ વધતા ગુજરાતમાં વીજ ઉત્પાદનના પ્લાન્ટ ચલાવતા ટાટા, અદાણી અને એસ્સાર જૂથને ગુજરાત સરકારે ગ્રાહકો પાસેથી વધારે કિંમત વસૂલવાની મંજૂરી આપી દીધી છે. આ કારણે ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા, રાજસ્થાન અને પંજાબમાં વીજળીની કિંમત વધવાની પૂરેપૂરી શક્યતા છે.

ઈન્ડસ્ટ્રીના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ હજુ અંતિમ નિર્ણય લેવાનો બાકી છે. શનિવારે જાહેર થયેલા એક આદેશમાં રાજ્ય સરકારે ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ (ડિસકોમ)ને પાવર પ્લાન્ટ સાથેનો તેમનો એગ્રીમેન્ટ ફરીથી કરવા અને વીજળીના ભાડા વધારવા માટે જરૂરી મંજૂરી મેળવવા જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ગુજરાત સરકારને એગ્રીમેન્ટમાં જરૂરી ફેરફાર કરવા માટે છૂટ આપી હતી. ગ્રાહકોના હિતની રક્ષા કરતી બે NGOએ 2017માં વીજદરમાં વધારા સામે વાંધો ઊઠાવતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે NGO ‘પ્રયાસ’ એપેલેટ ફોરમ પાસે તકરાર નિવારણની અરજી કરી શકે છે. એપ્રિલ 2016માં સુપ્રીમ કોર્ટે વીજદર વધારા વિરુદ્ધ ચુકાદો આપ્યો પછી રેસ્ક્યુ પેનલની રચના કરવામાં આવી હતી.

ઓક્ટોબરમાં ગ્રાહકોના હિતની રક્ષા કરતી બે NGOએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે પેનલે જે બેલ આઉટ પેકેજ મંજૂર કર્યું છે તેને કારણે ગ્રાહકોના ભોગે વીજ ઉત્પાદકોને રૂ. 1.9 લાખ કરોડનો ફયદો થશે. મુંદ્રામાં આવેલા વીજ ઉત્પાદન પ્લાન્ટ્સનું આયાતી કોલસાની કિંમત વધ્યા બાદ વીજ દર વધારવાની મંજૂરી ન મળતા દેવુ વધીને 22,000 કરોડે પહોંચી ગયું છે.

Be the first to comment on "ગુજરાતે વીજ કંપનીઓને ભાડુ વધારવાની મંજૂરી આપી, શું વધી જશે તમારુ લાઈટ બિલ?"

Leave a comment

Your email address will not be published.


*