આવી રીતે ભણશે ગુજરાત? રાજ્યની 1606 સરકારી શાળાઓ માત્ર 1-2 શિક્ષકથી ચાલે છે, શિક્ષકોની ઘટ પૂરવા જ્ઞાન સહાયક નિમાશે

Government School: ગુજરાત વિધાનસભામાં સરકારી શાળાઓને લગતા ચોંકાવનારા આંકડા રજૂ કરાયા છે. ગુજરાતના શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું છે કે, ‘રાજ્યમાં 1,606 નિયમિત શાળા છે અને શિક્ષકોને વતનનો લાભ આપવા સહિતના મુદ્દાના કારણે તે તમામ એક જ શિક્ષકથી ચાલે છે.’રાજ્યમાં શિક્ષકોની સંખ્યાની ઘટના લઈને રાજ્ય સરકારે ભરતી કેલેન્ડર બહાર પાડવું જોઈએ રાજય સરકાર(Government School) દ્વારા શિક્ષકોની ઘટ પૂર્ણ કરવા માટે તાકીદના ધોરણે પગલાં લેવા જોઈએ.

ગુજરાતમાં 1 શિક્ષકથી ચાલકી શાળા કેટલી?
કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીએ સરકારી શાળાઓ લઈ પ્રશ્ન કરતાં જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે, ‘બાળકોને પ્રાથમિક શિક્ષણ ઘર આંગણે જ પુરૂ પાડવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્યમાં એક જ શિક્ષક વાળી 1606 પ્રાથમિક શાળાઓ છે. પ્રાથમિક શાળાઓમાં ભૂલકાઓનું શિક્ષણ બગડે નહીં એ માટે આવી શાળાઓમાં યોગ્ય લાયકાત ધરાવતા જ્ઞાન સહાયક મુકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.વર્ષ 2024ના ફેબ્રુઆરી માસમાં સરકાર જવાબ આપ્યો છે કે, 19,650 જેટલી શાળામાં શિક્ષકોની ઘટ થઈ છે. હાલ રાજ્યમાં તમામ માધ્યમની શાળા મળીને કુલ 19,650 જેટલા શિક્ષકોની જગ્યાઓ ખાલી છે.

રાજ્ય સરકાર ઝડપથી ભરતી કરશે તેવું આશ્વાસન આપ્યું
રાજ્યના શિક્ષણ મંત્રીએ જવાબ આપતા જણાવ્યું કે, રાજ્યમાં ગત વર્ષની સરખામણી કરતા ચાલુ વર્ષે શિક્ષકોની શાળામાં ઘટમાં વધારો થયો છે. હાલ રાજ્યની 1606 શાળામાં એક શિક્ષક હેઠળ ચાલી રહી છે. પરંતુ શિક્ષકોની ઘટ પાછળના અન્ય કારણો જવાબદાર છે. જેમા શિક્ષકોની બદલી કેમ્પ, સહિત રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ 30 વિધાથી દીઠ 1 શિક્ષક નિમવાનો નિર્ણય છે.

RTE હેઠળ વિદ્યાર્થી દીઠ શિક્ષકની સંખ્યા
બનાસકાંઠામાં 87, ભરૂચની 102માં સ્કૂલમાં માત્ર 1 શિક્ષક તો છોટા ઉદેપુરમાં 283 સ્કુલોમાં અને દ્વારકામાં 104માં સ્કૂલમાં માત્ર 1 શિક્ષક હોવાની વિગત છે. જ્યારે ભાવનગરમાં 29, બોટાદની 29માં સ્કૂલમાં માત્ર 1 શિક્ષકથી ચાલે છે. આ વચ્ચે ગાંધીનગરની 8માં સ્કૂલો માત્ર 1 શિક્ષકની ચાલે છે. સરકારે સાથે જ જણાવ્યું કે, RTE હેઠળ વિદ્યાર્થી દીઠ શિક્ષકની સંખ્યા ફાળવાય છે. જેમાં 30 વિદ્યાર્થી દીઠ 01 શિક્ષક અપાય છે. જ્ઞાન સહાયકની ભરતી અને બદલી કેમ્પ માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.

ટેટ પાસ કોઈ ઉમેદવારોને નોકરી અપાઈ નથી
તો ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોતરી કાળ દરમિયાન ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાના પ્રશ્નોના જવાબમાં સરકારના શિક્ષણ પ્રધાને જણાવ્યું કે, રાજ્યમાં 13 હજાર શિક્ષકોની ઘટ છે અને ટેટની પરીક્ષા બાદ હજુ સુધી કોઈને નોકરી આપવામાં આવી નથી. કોંગ્રેસનો આરોપ છે કે, ગરીબ બાળકો શિક્ષણથી વંચિત રહી જાય અને ખાનગી શાળાઓને વધુ પ્રોત્સાહિત કરવા તરફ સરકાર ધ્યાન દઈ રહી છે.