જોવા જઈએ તો રાજ્યમાં ભારે વરસાદની રાહ હજુ પણ લોકોને જોવી પડશે. કારણ કે, રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદની શક્યતા નહીવત જણાઈ રહી છે. જોવા જઈએ તો હાલમાં ઓગસ્ટ મહિના પ્રમાણે વરસાદની 44 ટકા જેટલી ઘટ જોવા મળી છે.
સામાન્ય રીતે ઓગસ્ટના પહેલા અઠવાડિયા સુધી 450 મીમી વરસાદ થતો હોય છે. ત્યારે ચાલુ ચોમાસામાં અત્યાર સુધીમાં ફક્ત 253 મીમી વરસાદ નોંધાયો છે. વરસાદ ન પડવાને કારણે રાજ્યમાં ગરમીમાં પણ વધારો થશે. જયારે બીજી બાજુ ઓગસ્ટમાં અંત સુધીમાં દક્ષિણમાં ચોમાસું સક્રિય થવાની આશા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવેલ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની આગાહી કરી છે. જો કે આવનાર બે દિવસમાં મહારાષ્ટ્ર અને ગુજરાત વરસાદની શક્યતા ખૂબ ઓછી સેવાઈ રહી છે. સ્કાઇમેટ વેધર રિપોર્ટ મુજબ આવનાર 24 કલાકમાં બિહારના કેટલા જિલ્લામાં અને ઝારખંડ, ઓડિશાના કેટલાંક ભાગોમાં તેમજ પૂર્વ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશના પશ્ચિમ ભાગમા પંજાબ, હરિયાણાના કેટલાંક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે. માત્ર એટલું જ નહીં પરંતુ હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારમાં મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જ્યારે ગુજરાત રાજ્ય હવામાન વિભાગે 15 ઓગસ્ટ સુધી ગુજરાતના ભારે વરસાદ પડવાની શક્યતાઓ નહીવત છે.
જોવા જઈએ તો, આજે શ્રાવણ માસના પહેલા જ સોમવારે વલસાડ જિલ્લાના ઉમરગામમાં મેઘરાજા વરસ્ય હતા. ઘણાં લાંબા સમયના વિરામ બાદ ઉમરગામ તાલુકામાં વરસાદ પડતા ખેડૂતોના પાકને જીવનદાન મળ્યું છે. સતત એક કલાક પડેલા વરસાદને લઈને વાતાવરણમાં ઠંડકમય બની ગયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.