આજે સવારે સુરતના કામરેજના ધારાસભ્ય વી ડી જાલાવાડિયા નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓની સારવાર નવી સિવિલ હોસ્પિટલની નિગરાનીમાં ઘરેથી જ સારવાર ચાલું કરવામાં આવી છે. ધારાસભ્ય સેવાના કાર્યમાં સતત કાર્યરત હતા. તેઓ અન્ય લોકોની સેવામાં સંક્રમિત થયા હોવાની આશંકા છે. કામરેજના ધારાસભ્ય શનિવારે મુખ્યપ્રધાન રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ સાથે બેઠકમાં હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ધારાસભ્યના PA નો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
આમ ધારાસભ્યનો રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને મળેલા મુખ્યપ્રધાન રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ અને અધિકારીઓ સાહિત્નાઓનું ટેન્શન વધી ગયું છે.
કામરેજના ધારાસભ્ય વી ડી જાલાવાડિયા નો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેઓનું સારથી કાર્યાલય બંધ કરી દેવાયું છે. અને તેમને મળેલા લોકોને પણ કોરેન્ટાઇન થવાનો હવે વખત આવ્યો છે. કામરેજના ધારાસભ્ય શનિવારે મુખ્યપ્રધાન રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સહિતના નેતાઓ સાથે બેઠકમાં હાજર રહ્યા હતા. જેથી શક્યતા રહેલી છે કે અ બંને નેતાઓ સહિતના અધિકારીઓને પણ નિયમાનુસાર કોરેન્ટાઇન થવું પડશે
સાથે સાથે આ જ વિસ્તારના કોંગ્રેસ કોર્પોરેટર નિલેશ કુંભાણી નો કોરોના રીપોર્ટ પણ પોઝીટીવ આવતા આ વિસ્તારના લોકોમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news