ગુજરાત રાજ્ય સહીત સમગ્ર દેશમાં કોરોનાના સંક્રમણમાં મહદઅંશે ઘટાડો થઇ રહ્યો છે. જેને કારણે લોકોમાં પણ ભયનો માહોલ ઓછો થયો છે. જયારે કોરોનાની બીજી લહેરમાં કેટલાય કોરોનાગ્રસ્ત દર્દીઓએ સ્વાસ્થ્ય વિભાગની નિષ્ફળતાને લીધે અને અપૂરતી સુવિધાઓને લીધે પોતાના જીવ ગુમાવવા પડ્યા હતા. ત્યારે આ પરિસ્થિતિની નિષ્ફળતાનો ટોપલો સીધો જ વિજય રૂપાણી પર ઠાલવવામાં આવે તે માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પાછલા રસ્તે સક્રિય થયા છે. સરકાર કરતા ભાજપનું સંગઠન એ વધુ કાર્ય કરે છે અને જનતાની સાથે ખડે પગે ઉભું છે તેવા દેખાડા કરવા માટે કમલમમાંથી ખુબ જ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ફક્ત સી.આર.પાટીલ જ નહી પરંતુ નાયમ મુખ્યમંત્રી એવા નીતિન પટેલ પણ વિજય રૂપાણીની રાજકીય રીતે કોઈને કોઈ બદનામી થાય તેવું ઈચ્છી રહ્યા છે.
કોરોનાની બીજી લહેર ગુજરાત માટે બની ઘાતક:
કોરોનાની બીજી લહેર ફક્ત ગુજરાતમાં જ નહી પરંતુ સમગ્ર દેશમાં ઘટક બની હતી. ત્યારે ગુજરાત રાજ્યની સ્વાસ્થયની સેવાઓ એટલી પડી ભાંગી હતી કે હોસ્પીટલમાં દર્દીઓને બેડ પણ નહોતા મળી રહ્યા. જેને લીધે કોરોનાગ્રસ્ત દર્દીઓ એમ્બ્યુલેન્સમાં જ સારવાર લઇ રહ્યા હતા. તો કેટલાય દર્દીઓના પરિવારજનોને ઓક્સીજનના સીલીન્ડર અને રેમડેસિવીર ઇન્જેકશન માટે આમ તેમ ભટકવું પડ્યું હતું તેમ છતાં પણ લોકોને ઇન્જેક્શન નહોતા મળી રહ્યા. હોસ્પીટલમાં બેડ ન મળવાને કારણે અને અપૂરતી સુવિધાઓને કારણે ઘણા દર્દીઓને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો.
આ સમગ્ર પરિસ્થિતિને જોતા રાજ્યના આરોગ્ય મંત્રી નીતિન પટેલ સદંતર રીતે નિષ્ફળ રહ્યા હતા. પોતાન પર આ બધી નિષ્ફળતાનો ટોપલો ઠલવાય તે પહેલા જ નીતિન પટેલ કોરોનાના બહાને યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ થઇ ગયા હતા. ત્યાર બાદ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિહ જાડેજાએ આ કમાન પોતાના હાથમાં લીધી હતી અને સમગ્ર કોરોનાની સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો.
રાજકીય રીતે સી.આર. પાટીલ પણ રૂપાણી સરકારની બદનામી થાય તેવી રાજકીય મહેચ્છા ધરાવે છે:
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને સી.આર.પાટીલ બંને રૂપાણી સરકારની બદનામી થાય તેવી રાજકીય ઈચ્છા ધરાવી રહ્યા છે. જયારે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ એવા સી.આર.પાટીલે કમલમમાંથી સરખી રીતે સરકાર ચાલી રહે તે માટે પણ ઘણા પ્રયાસો કર્યા છે. સાથે ભાજપ જનતાની પડખે જ ઉભું છે તેવો સંદેશ આપીને રેમડેસેવિર ઇન્જેકશનનુ વિતરણ પણ કરવામાં આવ્યું.
ઇન્જેક્શનને લઈને સરકારની કોઈ વ્યવસ્થા જ નથી. કોરોનાના સંક્રમણ વચ્ચે દક્ષિણ ગુજરાતમાં આઇસોલેશન સેન્ટરથી લઈને રસીકરણના અભિયાનો શરુ કરીને સી.આર.પાટીલે પ્રસિદ્ધિ મેળવવા માટે કઈ કસર બાકી રાખી નથી. જયારે ભાજપ સરકારના આઈટી સેલ અને ભાજપના પ્રવક્તાઓ ફક્ત વિજય રૂપાણીની નહી પરંતુ સી.આર.પાટીલની પ્રસિદ્ધિમાં વ્યસ્ત બન્યા છે.
સુત્રોના જણાવ્યા અનુસાર નીતિન પટેલ અને સી.આર.પાટીલ બંને વિજય રૂપાણીને મુખ્યમત્રી પદેથી કેવી રીતે હટાવવામાં આવે તેમની રાહ જોઇને બેઠા છે. જયારે કોરોનાના કપરા કાળમાં સ્વાસ્થ્ય વિભાગની નિષ્ફળતાને લીધે ભાજપની બદનામી થઇ છે. જેમના લીધે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ઠપકો આપ્યો છે. સાથે ગૃહમંત્રી પ્રદીપ સિહ જાડેજાને પ્રોત્સાહન આપી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને સાઈડ કર્યા હોય તેવી ચર્ચા ચાલી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.