કોરોના વાયરસ હાલ સુધીમાં 110 દેશોમાં ફેલાઈ ગયો છે અને તેનો અત્યાર સુધી કોઈ ઈલાજ મળ્યો નથી. ડોક્ટર લક્ષ્મણ જેસાની, સલાહકાર, સંક્રમણ રોગ, અપોલો હોસ્પિટલ, નવી મુંબઈ નું કહેવું છે કે એવું અનુમાન લગાવવામાં આવે છે કે તાપમાન વધવાથી વાયરસ મરી જશે અને ઉનાળાની શરૂઆતમાં વાયરસનો પ્રસાર ઓછો થશે. પરંતુ વૈજ્ઞાનિકો પાસે છે આ વાતનો કોઈ ખાસ પુરાવો નથી. મોટાભાગના નિષ્ણાતો એ કોના થી બચવા માટે સાવચેતી રાખવાની સલાહ આપી છે. અમુક નિષ્ણાતોનું કહેવું છે કે જે દેશોમાં ગરમી વધુ છે ત્યાં પણ કોરોના વાયરસ નો પ્રકોપ જોવા મળી રહ્યો છે. આવામાં વાયરસ વિશે હાલ વધુ કંઇ કહી શકાય તેમ નથી.
કોરોના વાયરસ પર તાપમાનનું શું પ્રભાવ પડશે?
જોવા મળ્યું છે કે કોરોના વાયરસ સુકાયેલી સપાટી પર ૮ થી ૧૦ દિવસ સુધી સક્રિય રહી શકે છે. બધા જ વાયરલ સામાન્ય રીતે ગરમી વધવાથી નિષ્ક્રિય થઇ જાય છે, પરંતુ કોરોના વાયરસ ૩૭ ડિગ્રી સેલ્સિયસ પર માનવ શરીરમાં જીવિત રહી શકે છે, તો હજુ સુધી કોરોના અને નિષ્ક્રિય કરવા માટેના સ્પષ્ટ તાપમાન નો અંદાજો લગાવી શકાય એમ નથી.
તડકો અને ગરમી વાયરસના વિકાસ અને દીર્ઘાયુ ને સીમિત કરી શકશે તે વાત પર વિશ્વના નિષ્ણાંતો નું અલગ અલગ તર્ક છે. પરંતુ દરેક નિષ્ણાંતો માને છે કે ઉચિત સ્વચ્છતા નું પાલન કરીને આ વાયરસના પ્રસારને રોકી શકાય છે. કોરોના વાયરસને ત્રણ વસ્તુ પ્રત્યે સંવેદનશીલ માનવામાં આવી રહ્યો છે : સૂર્યનો પ્રકાશ, ઉચ્ચ તાપમાન અને ભેજ. સૂર્યનો પ્રકાશ વાયરસ ની ક્ષમતા ને પ્રભાવિત કરી શકે છે જ્યારે ગરમી વાયરસના નિષ્ક્રિય કરે છે.
નિષ્ણાતો કહે છે કે ઉનાળા ને હજી એક મહિનો બાકી છે અને ત્યાં સુધી સંક્રમણ ન રોકવા માટે સરળ ઉપાય અપનાવવા જોઈએ :
બીમાર લાગતા લોકોના સંપર્ક થી બચવું.
પોતાની આંખો નાક અને મોઢાને અડવાની કોશિશ ન કરો.
બીમાર હોય તો ઘર પર રહો.
છીંક ખાતી વખતે મોઢા ને ઠાકો.
આલ્કોહોલ આધારિત સેનેટાઈઝર નો ઉપયોગ કરો.
સમય સમય પોતાના હાથો ને લગભગ ૨૦ સેકન્ડ સુધી સાબુથી ધોવો.
ડોક્ટર રઘુરામ કોરોના ગરમીથી નિષ્ક્રિય થાય તે વાત પર અલગ વિચાર રાખે છે. તેઓ કહે છે કે,” જો કોરોના વાયરસ ગરમીથી મરી જતો હોય તો ઓસ્ટ્રેલિયા અને સિંગાપુર જેવા દેશોમાં કોરોના વાયરસ ની ઘટનાઓ ઓછી થવી જોઈએ. હજી પણ ઘણું બધું એવું છે જે આપણે નોવેલ કોરોના વાયરસ વિશે જાણવું જરૂરી છે. “
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.