પ્રખ્યાત એક્ટ્રેસ રાની ચેટર્જીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર ખુલાસો કરતા કહ્યું છે કે,તેને કોઈ વ્યક્તિ થોડાં વર્ષોથી પરેશાન કરી રહ્યો છે.રાનીએ સોશિયલ મીડિયા પર વાયરલ કરેલી પોસ્ટમાં આ બધી વાતો જણાવી છે,અને તેણે તો ત્યાં જણાવતાં કહ્યું છે કે,તે ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી છે,અને તે આત્મહત્યા કરી લેશે.ઈન્સ્ટાગ્રામની પોસ્ટ પર પોતાના નિવેદનની સાથે-સાથે તેણે એ વ્યક્તિની પોસ્ટના પણ કેટલાક ફોટા શેર કર્યા છે,જેના પર તેણે ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે.
ઈન્સ્ટાગ્રામ પર પણ તેણે હેશટેગ ડિપ્રેશનની સાથે પોતાના નિવેદનમાં લખતાં જણાવ્યું છે કે,હું હવે ખૂબ જ વધુ ડિસ્ટર્બ થઈ ચુકી છું.હું હંમેશાં મજબુત બની રહેવાની અને પોઝિટિવ રહેવાની વાતો કરું છું, પણ હવે વધારે નહીં થઈ શકે.આ વ્યક્તિએ થોડાં વર્ષોથી મારા વિશે કેટલી ખરાબ-ખરાબ વાતો ફેસબુક પર લખીને કરી રહ્યો છે.મેં તેને ઈગ્નોર કરવાનો ખુબ જ પ્રયાસ કર્યો.મેં કેટલાંક લોકો સાથે આ બાબતે વાત કરી હતી.પરંતુ,આ સૌએ જ મને તેને ઈગ્નોર કરવાનું સૂચન આપ્યુ.પણ હું પણ તો માણસ છું ને.
રાનીએ પોતાની પોસ્ટમાં આગળ લખતાં જણાવ્યું છે કે, હું જાડી છું.હું વૃદ્ધ છું,કે પછી હું કોઈ કામ કરતી હોઉં તો તે વ્યક્તિ એટલી ખરાબ વાતો લખે છે.લોકો મને આ બધુ મોકલીને કહે છે,કે આને ઈગ્નોર કર.હવે નથી થઈ શકતું ઈગ્નોર.હું થોડાં વર્ષોથી આ બાબતને લઈને ખૂબ જ ડિસ્ટર્બ છું.હું માનસિક તણાવમાંથી પસાર થઈ રહી છું.તે વ્યક્તિ કદાચ એવું ઈચ્છે છે કે, હું મારો જીવ આપી દઉં.તેને લીધે મારા અંગત જીવનમાં ખૂબ જ તણાવ છે.
રાનીએ પોતાની આ હાલતને માટે કોઈ ધનંજય સિંહ નામના વ્યક્તિને જવાબદાર ગણાવ્યુ છે.તેણે લખ્યું છે કે,મુંબઈ પોલીસને મારી અપીલ છે કે,જો હું કંઈ કરી લઉં તો તેનો જવાબદાર માત્ર ધનંજય સિંહ જ હશે.મેં સાયબર સેલમાં પણ તેની તપાસ કરી હતી,પણ ત્યાંથી મને જણાવવામાં આવ્યું કે,તેણે મારું નામ તો લખ્યું જ નથી.પરંતુ હું જાણું છું,કે તે માત્ર મારા માટે જ લખે છે.હું નિરાશ થઈ ગઈ છું.હવે તેની સામે લડવાની હિંમત નથી બચી.કાં તો હું આત્મહત્યા કરી લઉં,કારણ કે,હું થોડાંઘણા વર્ષોથી તેના લીધે ખૂબ જ ડિપ્રેશનમાંથી પસાર થઈ રહી છું.હવે વધારે સહન થતું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news