જલ્દી કરો! કેન્દ્ર સરકાર ઘરેબેઠા 15 લાખ રૂપિયા જીતવાની આપી રહી છે સુવર્ણ તક- બસ આટલું કામ કરવાનું છે!

જો તમે ઘરે બેઠા પૈસા કમાવવા માંગો છો તો તમારા માટે આ એક સારી તક છે. સરકાર લોકોને 15 લાખ રૂપિયા જીતવાની તક આપી રહી છે. કેન્દ્રીય બજેટ 2021 માં, કેન્દ્ર દ્વારા ખાસ કરીને ઇંફ્રાસ્ટ્રક્ચરની ફંડિંગ માટે એક ડેવલપમેન્ટ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યુશન બનાવવાની યોજના જાહેર કરી હતી. કેન્દ્ર નેશનલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પાઇપલાઇન  હેઠળ 2024-25 સુધીમાં 7000થી વધુ પ્રોજેક્ટ્સ પર 111 લાખ કરોડનું રોકાણ કરવાની યોજના તૈયાર કરવામાં આવી છે.

આ વિશે  My Gov Indiaની ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર જાણકારી આપવામાં આવી છે. આ યોજનાના નિષ્પાદન અને પૂરા થવા માટે સમય પર ફંડ્સની જરૂર પડશે અને ફંડની મોટી જરૂર પડશે. જેમાં તમે 15 ઓગસ્ટ 2021 સુધી અરજી કરી શકો છો. આ કોમ્પિટિશન જીતનાર વ્યક્તિને 15 લાખ રૂપિયા ઇનામ તમે મેળવી શકો છે.

ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયસ સર્વિસિઝ, નાણા મંત્રાલયે લોકો પાસેથી ડેવલપમેંટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટીટ્યુશન(DFI) સંસ્થાનું નામ, એક ટેગલાઇનનું સૂચન આપવા અને તેની એક લોગો ડિઝાઇન મંગાવી છે. સંસ્થાનું નામ, લોગો અને ટેગલાઇન, તેના કામ પ્રમાણે હોવું જરૂરી છે.

નામ, ટેગલાઇન અને લોકોનું ડેવલપમેંટ ફાઇનાન્શિયલ ઇન્સ્ટીટ્યુશનની સ્થાપના પાછળના હેતુનું પ્રતિનિધિત્વ કરવા જોઇએ અને તે સ્પષ્ટ માર્કર હોવા જોઇએ કે આ શું કરશે અને શું કરી શકે છે. આમ જોવા જઈએ તો એક વર્ચુઅલ સિગ્નેચર જેવુ હોવુ જોઇએ, જેને યાદ કરવુ અને ઉચ્ચારણ કરવુ સરળ હોય. ત્રણેય નામ, ટેગલાઇન અને લોગોમાં પ્રત્યેક પોતાનામાં અલગ હોવા જોઇએ પરંતુ એક જ સિનરગાઇઝ્ડ અપ્રોચનું પ્રતિનિધિત્વ કરશે.

તમારે આ કોન્ટેસ્ટમાં ભાગ લેવા માટે સૌથી પહેલા mygov.in પોર્ટલ પર જવાનું છે. અહીં કોન્ટેસ્ટમાં જઇને લોગ ઇન ટુ પાર્ટિસિપેટ ટેબ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ રજીસ્ટ્રેશન ડિટેલ્સ ફિલ કરવાની છે. રજીસ્ટ્રેશન થયા પછી તમારે તમારી એન્ટ્રી નાખવાની છે.

આ સંસ્થાનું નામ સૂચવવા પર પ્રથમ પુરસ્કાર 5,00,000 રૂપિયા, બીજુ પુરસ્કાર 3,00,000 રૂપિયા અને ત્રીજુ પુરસ્કાર 2,00,000 રૂપિયા છે. ટેગલાઇન માટે પ્રથમ પુરસ્કાર 5,00,000 રૂપિયા, બીજુ પુરસ્કાર 3,00,000 રૂપિયા અને ત્રીજુ પુરસ્કાર 2,00,000 રૂપિયા છે. સાથે જ લોગો માટે પણ પ્રથમ પુરસ્કાર 5,00,000 રૂપિયા, બીજુ પુરસ્કાર 3,00,000 રૂપિયા અને ત્રીજુ પુરસ્કાર 2,00,000 રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *