હાલ ગુજરાત અનેક આપત્તિઓનો સામનો કરી રહ્યું છે. બધી જ દિશાઓમાંથી કુદરતી આપત્તિઓ ઉભી થઈ રહી છે. આ સમયે લોકો કોરોનાની મહામારી સામે લડી રહ્યા છે ત્યારે તાઉ-તે નામ વાવાઝોડાએ રાજ્યનાં કાંઠા વિસ્તારોમાં તબાહી મચાવી મૂકી હતી અને નુકશાન કર્યું છે.
સૌરાષ્ટ્રનાં દરિયાઈ કાંઠા વિસ્તારમાં અનેક પ્રકારનું આર્થિક નુકશાન અને માનવ જીવનને ખેદાન મેદાન કરી મકાનો, ખેતરોમાં વાવેલ પાક, પશુઓ તેમજ વિશાળકાય વૃક્ષો મોબાઈલ ટાવર વિદ્યુત માટેનાં પોલો અને પક્ષીઓ સહિતની વસ્તુઓને મોટી માત્રામાં નુકસાન પહોંચ્યુ છે ત્યારે ખરેખર કુદરત માનવથી ખુબ નારાજ હોય તેવું લાગી રહ્યું છે.
આ આપત્તિ દરમિયાન સુરત શહેરની સેવાભાવી સંસ્થાઓ જુદા જુદા પ્રકારે સેવાનાં હેતુંથી સૌરાષ્ટ્રમાં કાર્યરત છે. ત્યારે થોડા સમય પહેલા જ વતનની વ્હારે ગયેલ સેવા સંસ્થાનાં યોદ્ધાઓ ફરી 25 થી 50 Kv વોલ્ટનાં 100થી વધારે જનરેટરો સૌરાષ્ટ્રનાં વધુ નુકસાનકારક ગામડાઓમાં પહોંચાડી ઉત્તમ પ્રકારની સેવા કરવા માટે તત્પર છે.
ગામડાઓ પીવા તેમજ જરૂરિયાત માટેનું પાણી, દરણું દળાવવા માટે ઘરઘંટી, મોબાઈલ ર્ચાજિંગ તેમજ યોગ્ય જગ્યાએ ઉપયોગ લઈ ખુબ મોટી સેવા પૂરી પાડવામાં આવશે. સેવા સંસ્થાનાં માધ્યમથી અપાતી સેવા જ્યારે દેશ વિદેશમાં નોંધનીય બની છે. ત્યારે સેવાનાં યોદ્ધા દ્વારા થતી તમામ પ્રકારની સેવા દ્વારા આપત્તિમાંથી ઝડપથી બહાર નિકળીયે તેવા પ્રયત્નો કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, ત્રણ ગામની વચ્ચે એક જનરેટરની સુવિધા ઉપલબ્ધ કરાવી 300થી વધારે ગામોમાં ઉત્તમ પ્રકારે મેનેજમેન્ટ કરી આ કાર્યને પૂર્ણ કરવામાં આવશે જ્યાં સુધી સરકારી તંત્ર દ્વારા વીજ પુરવઠો ગ્રામજનો સુધી નહીં પહોંચે ત્યાં સુધી આ સેવા ચાલુ રાખવામાં આવશે.
જેના ભાગરૂપે સુરતથી સૌરાષ્ટ્રનાં કાંઠા વિસ્તારોમાં ખાસ કરીને ઉના, ગીર ગઢડા તાલુકા માટે રવાના કરાયેલા 100 થી વધારે જનરેટરો સાથે મહેશભાઈ સવાણી, પંકજભાઈ સિદ્ધપરા, ધાર્મિકભાઈ માલવીયા, ઘનશ્યામભાઈ ગજેરા અને અન્ય સેવાની ટીમ આજે પહોંચી ગઈ છે. આજથી આ તાલુકાનાં ગામડાંઓમાં અંજવાળું પથરાશે. અંધકારમય વિસ્તારોમાં પ્રકાશ પાથરવાનાં આ પ્રયત્નથી માનવજીવન હવે ઉજળું અને પ્રકાશમય બનશે.
View this post on Instagram
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.