અયોધ્યા મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યાને ત્રણ મહિના પૂરા થવા માં ફક્ત થોડા દિવસો બાકી છે, પરંતુ કેન્દ્ર સરકારે હજુ સુધી રામ મંદિર ટ્રસ્ટની જાહેરાત નથી કરી.રામ મંદિર ટ્રસ્ટ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી સમયમર્યાદા 9 ફેબ્રુઆરીના રોજ પૂરી થઈ રહી છે, જેમાં ફક્ત પાંચ દિવસ બાકી રહ્યા છે. આ ટ્રસ્ટ અયોધ્યામાં રામમંદિર નિર્માણ માટેના નિયમો નક્કી કરશે.તેમ છતાં કેન્દ્ર સરકાર તરફથી હજુ સુધી આ ટ્રસ્ટના નિર્માણની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
જણાવી દઈએ કે રામ મંદિરના પક્ષમાં 9 નવેમ્બર 2019 ના રોજ આવેલા નિર્ણય બાદ સુપ્રીમ કોર્ટ એ મંદિર નિર્માણ માટે નવા ટ્રસ્ટની રચના કરવાની જવાબદારી કેન્દ્ર સરકારને આપી હતી. સરકારે કેન્દ્રને આદેશ આપ્યો હતો કે તે સુન્ની વકફ બોર્ડને નવી મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં પાંચ એકર નો એક પ્લોટ આપે.
સર્વોચ્ચ ન્યાયાલય રામ મંદિર નિર્માણ માટે ટ્રસ્ટની રચના કરવા માટે ત્રણ મહિનાનો સમય પણ આપ્યો હતો. આ સમય મર્યાદા ૯ ફેબ્રુઆરીએ પૂરી થઈ રહી છે.એવું માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર આ જ અઠવાડિયે રામ મંદિર ટ્રસ્ટ ની જાહેરાત કરી શકે છે.
જો કે કેન્દ્ર સરકારને પહેલાં રામ મંદિર ટ્રસ્ટના પ્રસ્તાવને કેબિનેટની બેઠકમાં લાવવાનો રહેશે,જ્યાં ટ્રસ્ટના નીતિ નિયમો અને તેના સભ્યોની જાણકારી જેવી અગત્યની વસ્તુઓ જણાવવાની રહેશે.આ ટ્રસ્ટમાં કોણ કોણ સભ્ય હશે, તે કેવું કામ કરશે અને રામમંદિર નિર્માણ કેવી રીતે થશે આ બધી જ વાતો કેબિનેટની બેઠકમાં નક્કી થશે.તમામ પૈસાની જવાબદારી પણ આ ટ્રસ્ટ પાસે જ હશે અને અયોધ્યામાં રામમંદિર નિર્માણના ખર્ચાની તમામ દેખરેખ આ ટ્રસ્ટ જ રાખશે. એવામાં કેન્દ્ર સરકાર આ ટ્રસ્ટ માટે સંસદમાં પણ બિલ લાવી શકે છે.
રામ મંદિર ટ્રસ્ટની જાહેરાતની સાથે મસ્જિદ માટે યુપી સરકાર દ્વારા દર્શાવવામાં આવેલી ત્રણ જમીનના પ્લોટનો પ્રસ્તાવ પણ કેબિનેટમાં અપ્રુવલ માટે રાખવામાં આવશે.સુન્ની વકફ બોર્ડે નક્કી કરવાનું રહેશે કે આ ત્રણ જમીનોમાંથી કોઈ એક જગ્યાને પસંદ કરે.
રામ મંદિર ટ્રસ્ટ નિર્માણની જવાબદારી કેન્દ્ર સરકારના કેન્દ્રીય ગૃહ મંત્રાલય પાસે છે. એવામાં ગૃહમંત્રાલય ટ્રસ્ટ બનાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના મંદિર ઉપર આવેલા નિર્ણય બાદ સરકાર વીએચપી, રામ જન્મભૂમિ ન્યાસ, સુન્ની વકફ બોર્ડ સહિત તમામ પક્ષીઓ પાસેથી રાય લઈ ચૂકી છે.
જોકે સરકાર માટે મોટી અડચણ છે કે તે રામ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ કોને બનાવે, કારણ કે આમાં એક દાડમ અને 100 દાવેદારો જણાવાઈ રહ્યા છે.આ ઉપરાંત ટ્રસ્ટમાં સભ્ય તરીકે કોને જગ્યા આપે અને કોને નહીં આ પણ સરકાર માટે મુશ્કેલી બનેલી છે.હકીકતમાં લગભગ ત્રણ દશક જુના રામમંદિર આંદોલન સાથે દેશના ઘણા મોટા મોટા સાધુ સંતો જોડાયેલા રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.