મધ્ય પ્રદેશમાં કમલનાથ સરકાર પર ગંભીર સંકટ તોળાઈ રહ્યું છે. મધ્યપ્રદેશમાં ખુરશી માટે ઘમાસાણ જંગ લડાઈ રહી છે. કોંગ્રેસની સરકાર ગમે ત્યારે ધરાસાયી થાય તેવી પરિસ્થિતિઓ ઉભી થઈ છે. મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલા નિવેદન મામલે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. થોડા સમય પહેલા કૉંગ્રેસના નેતા ભરતસિંહે તો ડેપ્યૂટી સીએમ નીતિન પટેલને કૉંગ્રેસમાં જોડાવાની ઑફર પણ કરી હતી. આ મામલે નીતિન પટેલ બરાબરના ખિજાયા હતા અને તેમની મહેસાણી ભાષામાં તમામ કોંગ્રેસી નેતાઓને બરાબરનું સંભળાવ્યું હતું. ત્યારે આજે ગુજરાત વિધાનસભા ગૃહમાં નિતિન પટેલે પ્રવેશ કરતા જ ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ સૂત્રોચ્ચાર કરતા ગૃહ ગજવી મૂક્યું હતું. કોંગ્રેસના ધારાસભ્યોએ નીતિન પટેલને જોઈને સૂત્રોચ્ચાર કર્યો હતો કે, ‘ગબ્બર આવ્યા, ગબ્બર આવ્યા’. આ સૂત્રોચ્ચારથી એકબાજુ હાસ્યનું મોજું ફરી વળ્યું છે. આ સૂત્રોચ્ચારથી લોકોને મનોરંજન થઈ રહ્યું છે.
તમે અમારી ચિંતા ના કરો: નીતિન પટેલ
ત્યારબાદ નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ વાળા વિચારે છે દિવા સ્વપ્ન જોવે છે. નિતિન પટેલ ભાજપમાં જન્મ્યો છે અને રહેશે. નીતિન પટેલ ઉમિયામાતાએ જે શબ્દો બોલ્યા હતા તેજ શબ્દો આજે વિધાનસભામાં જણાવ્યા હતા. તેમણે કોંગ્રેસના ધારાસભ્યોને આડે હાથ લેતા જણાવ્યું કે, તમે અમારી ચિંતા ના કરો. તમારુ ઘર બચાવો. નિતિન પટેલે બધાની ચિંતા કરે છે.
ભાજપ જ મારું જીવન છે: નીતિન પટેલ
નીતિન પટેલે પોતાની ભાષામાં જણાવ્યું હતું કે, તેઓને નથી ખબર કે નીતિન પટેલ કેવો નીડર અને સિદ્ધાંતવાદી છે. ભવિષ્યમાં હું સત્તા પર હોઉં કે ન હોઉં, મારા માટે એકમાત્ર ભારતીય જનતા પક્ષ જ છે. હું પક્ષ સાથે વિચારો અને સિદ્ધાંતોથી જોડાયેલો છું. આ લોકો ટીવીમાં ધ્યાન ખેંચવા માટે આવા નિવેદનો કરે છે. મારા નામનો ઉલ્લેખ કરે તે યોગ્ય નથી. હું એમના જેવો સત્તા લાલચુ નથી કે સત્તા માટે ગમે તે પક્ષમાં જતો રહું. હું ભાજપની વિચારસરણીને વરેલો છું. હું તેમને ચેતવણી આપું છું કે, તમારું જે થવાનું હોય તે થાય, પ્રજામાં ભ્રમ ફેલાવવા માટે કોઈ કૉંગ્રેસી મારા નામનો ઉલ્લેખ ન કરે. તમે બધાને મળ્યાં હશો, નીતિન પટેલને નહીં મળ્યા હોવ. હું ગુજરાતની જનતાને સ્પષ્ટ સંદેશ આપું છું કે ભાજપ જ મારું જીવન છે.
નીતિન પટેલે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય રહેવાના છે તેવી વાતને સમર્થન આપતા કહ્યું હતું કે, સત્તામાં હોય કે ના હોય હું પાર્ટી માં જ રહીશ. 1974 થી આજ સુધી સતત હોદ્દો હોય કે ના હોય જનસંઘ કે બીજેપી સિવાય કોઈ વિચાર આવ્યો નથી. ઉપ-મુખ્યપ્રધાન નીતિન પટેલે ખુલાસો કરવો પડ્યો હતો. નીતિન પટેલે ગુજરાત કોંગ્રેસને ચેતવણી આપતા કહ્યું હતું કે, કોંગ્રેસ ભ્રમ ન ફેલાવે અને મારા નામનો ઉપયોગ ન કરે. હું નીડર અને સિદ્ધાંતવાદી છું. ભાજપ સિવાય મેં કોઈની કલ્પના નથી કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.