ઝારખંડમાં પણ હૈદરાબાદ જેવી ઘટના આવી સામે, 10 અને 12 વર્ષની બે બાળકીઓ સાથે દુષ્કર્મ બાદ હત્યા

સમગ્ર દેશમાં રેપની ઘટનાના વિરોધમાં ઉગ્ર દેખાવો થઈ રહ્યા છે. છતાં બીજી તરફ મોટા પ્રમાણમાં રેપની ઘટનાઓ સામે આવી રહી છે. સમગ્ર ભારતમાં વાયુવેગે વધતી જતી રેપની ઘટનાના કારણે દેશ હવે એક શરમજનક સ્થિતિમાં મુકાયો છે. દેશમાં હવે તો બળાત્કારમાં નથી જોવાતી રાત કે નથી જોવા તો દિવસ. મોટાભાગની ઘટનાઓમાં સગીર યુવતી ઉપર નરાધમો રેપની ઘટનાને અંજામ આપતા હોય છે. અને ત્યાર પછી સગીર યુવતીઓને જીવતી જ સળગાવી દે છે. આવા બળાત્કારીઓ પોલીસના હાથે ઝડપાયા બાદ પણ કોર્ટમાં ચાલતી લાંબી પ્રક્રિયાના કારણે જામીન પર છૂટવામાં સફળતા મેળવી લે છે.

હૈદરાબાદમાં એક મહિલા ર્ડાક્ટર પર બળાત્કાર ગુજાર્યા બાદ ચાર નરાધમોએ તેને જીવતી સળગાવી દીધી હતી. જેના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડયા હતા. દેશમાં શું થઇ રહ્યું છે તે સમજની બહાર છે. રોજને રોજ દેશનાં કોઇને કોઇ ખુણે શિયળ લૂંટાઇ રહ્યું છે. નરાધમો માજા મુકી રહ્યા હોય તેમ દુષ્કર્મ બાદ દિકરીઓને જીવતી સળગાવી દેવામાં આવે છે, તો ક્યાંક દુષ્કર્મનાં આરોપી જામીન પર છુટી દુષ્કર્મ વેઠનાર પીડિતાને જીવતી સળગાવી દે છે. દુષ્કર્મની બનતી તમામ ઘટનામાં મોટે ભાગે સગીરા સાથે આ ઘ્રુણાસ્પદ ઘટના ઘટી રહી હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ફરી દિલ્હીમાં આવી જ લાલછંન સમાન ઘટના સામે આવી રહી છે.

ઝારખંડના પિપરવાર વિસ્તારમાં 10 અને 12 વર્ષની બે બાળકીઓની દુષ્કર્મ બાદ હત્યા કરી દેવાઈ છે. આઠ વર્ષનો એક બાળક પણ ગંભીર રીતે ઘવાયો છે. તેને રિમ્સ હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે એ જ ગામના સોનૂ મોતીની ધરપકડ કરી લીધી છે. તેની વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાની ફરિયાદ નોંધાય છે.

બુધવારથી ત્રણેય બાળકો ગુમ હતા

સોનૂ ફળ ખવડાવવાની વાત કહીને ત્રણેય બાળકોને જંગલમાં લઈ ગયો હતો. ત્રણેય બાળકો બુધવારે ગુમ હતા. સાંજ સુધી તેઓ પાછા ન આવ્યા તો પરિવારજનોએ તપાસ શરૂ કરી. પોલીસે પણ આખી રાત તપાસ કરી. ગુરુવાર સવારે 4 વાગ્યે બાળકનો અવાજ સાંભળી માતા અને અન્ય લોકો ત્યાં પહોંચ્યા હતા. બાળક લોહીથી લથપથ હતો. પરિવારજનોએ બાળકને સારવાર માટે રિમ્સ હોસ્પિટલમાં ખસેડ્યો છે. ગુરુવારે બપોર બાદ ગ્રામીણોને ગંભીર હાલતમાં બે બાળકીઓ જંગલમાં મળી આવી હતી. આ બન્ને બાળકીઓને હોસ્પિટલમાં મૃત જાહેર કરાઈ હતી.

ફળ ખાવાના બહાને બે બાળકીઓને આરોપી જંગલમાં લઈ ગયો 

રિમ્સમાં સારવાર લઈ રહેલા બાળકે જણાવ્યું કે, ‘સોનૂ ફળ ખાવાની વાત કહીને પહેલા બહેન અને તેની બહેનપણીને જંગલમાં લઈ ગયો પછી થોડી વાર પછી મને લઈ ગયો. જ્યારે મેં ત્યાં મારી બહેનને ના જોઈ તો મે સોનૂને બહેન વિશે પુછ્યું. આવું પુછતાની સાથે તેને મને મારવાનું શરૂ કરી દીધું. બળજબરી મને એને ખેંચ્યો અને પથ્થરથી મારવાનું શરૂ કરી દીધું. ત્યારબાદ શર્ટથી મારા હાથ બાંધી દીધી અને ગળાને ઝાડમાં ફસાવીને ભાગી ગયો. સવારે અવાજ સાંભળીને મેં બૂમો પાડી, ત્યારે મા અને અન્ય લોકો ત્યાં આવ્યા.’

દેશમાં કયારે દુષ્કર્મની ઘટનાઓ અટકશે. શું મહિલાઓને ઘરની બહાર જ નીકળવાનું નહિ ? કયા સુધી યુવતીઓ અને મહિલાઓ દેશમાં પીંખાતી રહેશે. યુવતીઓ અને મહિલાઓને નરાધમોના ડરથી જ જીદગી જીવી પડશે ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *