ચીનમાંથી આખી દુનિયામાં ફેલાયેલ આ વાયરસથી અત્યાર સુધી 7892 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 7771 ફક્ત ચીનમાં છે. આ વાયરસથી અત્યાર સુધી લગભગ 170 લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આ વચ્ચે ચીન સરકાર જ્યારે તમામ ઉપાયો કરી થાકી ગઈ છે ત્યારે તેણે કોરોના વાયરસથી લોકોને બચાવવા અને મદદ કરવા માટે પોતાની સેનાને મેદાને ઉતારી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે તેના માટે આદેશ આપ્યો છે.
હાલમાં ચીનમાં કોરોના વાઈરસનો કહેર વર્તી રહ્યો છે ત્યારે બીજી તરફ આ વાયરસનો સામનો કરવા માટે અત્યંત ઝડપી કામગીરી પણ ચાલી રહી છે. વુહાન શહેર કોરોના વાઈરસનું સેન્ટર છે અને તે શહેરની નજીક જ કારીગરો અને સ્વયં સેવકો દ્વારા ફક્ત બે જ દિવસની અંદર એક ખાલી બિલ્ડિંગને 1,000 બેડ ધરાવતી હોસ્પિટલ બનાવી દેવામાં આવી છે.
આ હોસ્પિટલ ફક્ત કોરોના વાઈરસથી અસરગ્રસ્તો માટે જ બનાવવામાં આવી છે અને દર્દીઓની પ્રથમ બેચને ડેબી માઉન્ટેન રિજનલ મેડિકલ સેન્ટરથી રાત્રે 10.30 વાગ્યે આ હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે ક્સ્ટ્રક્શન કંપનીઓના કર્મચારીઓ, સ્વયં સેવકો અને પેરામિલિટરી પોલીસ અધિકારીઓના સંયુક્ત પ્રયાસોથી આ પ્રોજેક્ટ ફક્ત 48 કલાકમાં જ પૂરો કરી દેવામાં આવ્યો છે.
હુઆંગઝોઉ જિલ્લાના શહેરમાં બનાવવામાં આવેલી આ હોસ્પિટલ બિલ્ડિંગ હકિકતમાં તો હુઆંગગાંગ સેન્ટ્રલ હોસ્પિટલની નવી બ્રાન્ચ છે જે મે મહિનામાં ખુલ્લી મૂકવાની હતી. શુક્રવારે સ્થાનિક સત્તાવાળાઓએ એકમદ ખાલી રહેલી બિલ્ડિંગને તાત્કાલિક ફક્ત કોરોના વાઈરસના દર્દીઓ માટે તૈયાર કરી દેવાનો આદેશ આપ્યો હતો. શનિવારથી તેનું કામ શરૂ કરી દેવામાં આવ્યું હતું.
હુઆંગગાંગ સરકારના જણાવ્યા પ્રમાણે સોમવારે તો સ્વયં સેવકો દ્વારા તમામ બેડ લગાવી દેવામાં આવ્યા હતા અને પાણી, ઈલેક્ટ્રિસિટી તથા ઈન્ટરનેટની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરી દેવામાં આવી છે. આ બિલ્ડિંગ તૈયાર કરવા માટે 500થી વધારે કારીગરોએ અને એક ડઝનથી વધારે મોટા સાધનો દ્વારા બે દિવસ અને રાત્રે સતત કામ કર્યું હતું.
હુઆંગગાંગ વુહાનના સાઉથ-વેસ્ટમાં 75 કિમી દૂર આવેલું છે અને તેની વસ્તી અંદાજીત 7.5 મિલિયન છે. જે દિવસે વુહાનના નાગરિકો માટે બહાર નીકળવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તે જ દિવસે અહીં પણ તેવો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અત્યાર સુધી કોરોના વાઈરસના કારણે 170 લોકોએ જીવ ગુમાવ્યા છે.
ચીનમાંથી નીકળેલો કોરોના વાઇરસ અત્યાર સુધી દુનિયાભરના 17 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. કેટલી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે પણ ચીનમાં પોતાની ફલાઇટ બંધ કરી દિધી છે. ચીની સેનાને આખા દેશમાં ફરજ ઉપર રાખવામાં આવી છે, જેનાથી દરેક પ્રકારના પીડિત વ્યક્તિઓને, ચિકિત્સા કર્મીઓ અને સામાન્ય લોકોની મદદ કરી શકે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.