ગુજરાત: કાર માંથી યુવકે યુવતીને જોઈ કર્યા ચેનચાળા- યુવતીએ રોડવચ્ચે યુવકને…

અવારનવાર કોઈને કોઈ સ્થળે છેડતીની ઘટના સામે આવતી રહે છે. ઘણી વખત કોઈ છેડતીની ઘટના બને તો છોકરી સહન કરીને જતી રહે છે, પરંતુ અમુક…

અવારનવાર કોઈને કોઈ સ્થળે છેડતીની ઘટના સામે આવતી રહે છે. ઘણી વખત કોઈ છેડતીની ઘટના બને તો છોકરી સહન કરીને જતી રહે છે, પરંતુ અમુક વાર એવું પણ બની જાય છે જેમાં છોકરી છેડતી કરનારને મેથીપાક ચખાડે છે. અને કોઈ દિવસ કોઈની ફરીવાર છેડતી ન કરે તેવી હાલત બનાવી દે છે.

ગુજરાતના રાજકોટના કાલાવાડ રોડ પર કારમાં જઈ રહેલા યુવકે સ્કુટી પ જઈ રહેલી યુવતી સાથે છેડતી કરી હતી. અને યુવતીએ આ સહન ન કરતા તેની સાથે લડવાનું નક્કી કર્યું. યુવતીએ પોતાનું વાહન ઉભું રાખી કારમાં જતા યુવકને કારમાં બહાર કાઢીને જાહેરમાં જ મેથીપાક ચખાડ્યો હતો. આ ઘટના દરમિયાન કોઈ રાહદારીએ વિડીયો ક્લિપ ઉતારી હતી જે વાઈરલ થઈ રહી છે. યુવતીને જોઈને ચેનચાળા કરનારા શખ્સ સામે પોલીસે પણ કાર્યવાહી કરી છે.

કોટેચા ચોકમાં બનેલી આ ઘટનામાં યુવકે કરેલા વિચિત્ર ચેનચાળા બાદ ગુસ્સે થયેલી યુવતીએ યુવકને મેથીપાક શીખવવાનું વિચારી લીધું હતું. યુવતીએ છેડતી કરનારા શખ્સની ધોલાઈ કરી રહી હતી ત્યારે શું ઘટના બની તે જોવા માટે લોકોના ટોળા થઈ ગયા હતા. ઘણાં લોકોએ યુવતીની પ્રશંસા કરીને આવા લોકોને આ રીતે જ પાઠ ભણાવવો જોઈએ તેવી વાત કરી હતી.

યુવક પર તૂટી પડેલી યુવકના કારસ્તાન અંગે પોલીસને પણ ફરિયાદ કરી હોવાનું સ્થાનિક મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવી રહ્યું છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની દુર્ગા ટીમે આ ઘટનામાં ત્રણની અટકાયત કરી હતી. યુવતીએ યુવકને જાહેરમાં એવી સજા આપી છે કે હવે તેને આ જીવન યાદ રહી જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *