જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્મદના બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા હતા. માર્યા ગયેલા આતંકીઓમાં એક પાકિસ્તાનીનો પણ સમાવેશ થાય છે. જ્યારે આ ગોળીબારમાં એક મહિલાને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી.
પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર માર્યા ગયેલા આતંકીનું નામ નાસિર ઉર્ફે શાહબાઝ છે અને તેને એ કેટેગરીનો આતંકી જાહેર કરવામાં આવ્યો હતો. પાકિસ્તાનનો આ આતંકી અનેક હુમલાઓમાં પણ સામેલ હતો. જ્યારે અન્ય આતંકીઓની ઓળખ સહિતની પ્રક્રિયા ચાલુ છે. સૈન્ય દ્વારા આતંકીઓને સરેન્ડર કરવાની અપીલ પણ કરવામાં આવી હતી. જોકે આતંકીઓએ સરેન્ડર કરવાની ના પાડી દીધી હતી, બાદમાં તેને ઠાર મારવામાં આવ્યા હતા.
જે સ્થળે સામસામે ગોળીબાર થયો ત્યાંથી આતંકીઓના માર્યા ગયા બાદ તેમની પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો પણ મળી આવ્યા હતા. જે આતંકીઓ માર્યા ગયા છે તેમના પરિવારજનો કોણ છે તેની જાણકારી મેળવાઇ રહી છે.
જો કોઇ નહીં આવે તો આતંકીઓના મૃતદેહને અંતિમ વીધી માટે બારામુલ્લામાં લઇ જવામાં આવશે, પરિવારજનો ઇચ્છે તો અંતિમ વીધીની પ્રક્રિયામાં જોડાઇ શકે છે તેમ એક અધિકારીએ જણાવ્યું હતું. છેલ્લા એક અઠવાડિયાથી કાશ્મીરમાં આતંકીઓ સક્રિય થઇ ગયા છે અને સાથે સૈન્ય કાર્યવાહી પણ કડક બનાવી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news