મરણચીસોથી ગુંજી ઉઠ્યો હાઈવે: કાર અને ટ્રકને નડ્યો ભયંકર અકસ્માત- કાગળની જેમ ડુચ્ચો વળી ગઈ કાર, 3 લોકોના મોત

Bengaluru Road Accident: બેંગલુરુના NICE રોડ પર એક માર્ગ અકસ્માતમાં એક મહિલા અને બે વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું છે. ભાડે લીધેલી કાર ટ્રક સાથે અથડાતા…

Bengaluru Road Accident: બેંગલુરુના NICE રોડ પર એક માર્ગ અકસ્માતમાં એક મહિલા અને બે વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું છે. ભાડે લીધેલી કાર ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. બેંગલુરુના સોમપુર નજીક નાઇસ રોડ પર 3 ઓક્ટોબરની સવારે આ અકસ્માત થયો હતો. જેમાં એક નાના બાળક સહિત બે લોકોએ જીવ ગુમાવ્યો હતો.

અકસ્માત દરમિયાન કાર મૈસૂર રોડથી કનકપુરા રોડ તરફ જઈ રહી હતી ત્યારે તેણે કાબૂ ગુમાવ્યો હતો અને એક ટ્રક સાથે અથડાઈ હતી અને પછી તે ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં(Bengaluru Road Accident) એક મહિલા અને બે વર્ષના બાળકનું કરુણ મોત નીપજ્યું છે.

એવું માનવામાં આવે છે કે, ડ્રાઈવર સુઈ ગયો હતો જેના કારણે કાર પરનો કાબૂ ગુમાવ્યો હતો. આ જ કારણ છે કે, કાર સીધી ટ્રક સાથે અથડાઈ અને દિવાલ સાથે ટક્કર થઇ હતી. આ અકસ્માતમાં મહિલા સિંધુ અને તેના 2 વર્ષના બાળકનું મોત થયું છે. જ્યારે મહેન્દ્ર સહિત બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ કાર ચાર જણના પરિવાર માટે બુક કરવામાં આવી હતી પરંતુ ડ્રાઈવર સૂઈ રહ્યો હતો જેના કારણે આ ભયાનક અકસ્માત થયો હતો.

મહેન્દ્રના પરિવારે 4 લોકો માટે ભાડા પર કાર બુક કરાવી હતી. પરંતુ ડ્રાઈવરની ભૂલને કારણે સમગ્ર પરિવાર પર મોતનો ભય હતો. બે લોકો બાકી છે, જેમની સારવાર ચાલી રહી છે પરંતુ તેમની હાલત પણ નાજુક હોવાનું કહેવાય છે. સ્થાનિક ટ્રાફિક પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો છે.

આ પરિવાર તામિલનાડુના સાલેમનો છે અને હાલમાં બેંગલુરુના રામમૂર્તિનગરમાં રહે છે. આ ભયાનક અકસ્માતમાં એક મહિલા અને બે વર્ષના બાળકનું કરૂણ મોત નીપજ્યું હતું. ઘટના બાદ સ્થાનિક લોકો અને પોલીસની મદદથી ઘાયલોને કોઈક રીતે કારમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *