અત્યારે સોશિયલ મીડિયા (Social media) નો ખુબજ ક્રેઝ ચાલી રહ્યો છે. યુવાધન રીલ્સ (Reels) બનવા માટે ગમે તે કરવા માટે તૈયાર થઇ જાય છે. આપણે અનેક એવા કિસ્સા સાંભળ્યા હશે જેમાં સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવા ના ચકરમાં ઘણી વાર યુવાધન કાયદો અને વ્યવસ્થાનો ભંગ કરતા હોઈ છે. આવા અનેક કિસ્સાઓ આપણે સાંભળ્યા જ હશે. હાલ આવીજ વધુ એક ઘટના સામે આવી છે.
ભાજપનાં મહિલા કોર્પોરેટરના પુત્રએ પિતાની રિવોલ્વર કમર પર ટીંગાડી અને કારના બોનેટ પર ઠાઠમાઠથી બેઠો અને ફોનમાં વાત કરતો હોય એવી રીલ્સ બનાવી છે. આ રિવોલ્વર પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ પર પોસ્ટ કરી હતી. આ વાઇરલ રીલ્સમાં “હું જે કાંઈ કામ ધારું એ મારી મેલડી” નો અવાજ આપવામાં આવ્યો છે. આ વાઇરલ વિડીયો જોઇને લોકો સવાલ ઉઠાવી રહતા છે કે, ‘પિતાની રિવોલ્વર પુત્ર કેવી રીતે કમર પર ટીંગાડી શકે?’
તમને જણાવી દયે કે હજુ સુધી આ મામલે કોઈ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. નિલેશ જાદવના માતા દેવુબેન જાદવ વોર્ડ નં.6ના કોર્પોરેટર છે. નિલેશ જાદવ કારના બોનેટ પર બેસીને ફોન પર વાત કરતો અને કમરે રિવોલ્વર ટીંગાડી રીલ્સ બનાવી રહ્યો હતો. નિલેશ પાસે હથિયાર રાખવાની પરવાનગી ન હોવા છતાય રિવોલ્વર લઇને તેની તસવીર ખેંચાવી એને ફરતી કરવી એક ગુનો છે.
નિલેશ માનતો હશે કે, પોતાની પાસે હથિયાર પરવાનો ન હોવા છતાય રિવોલ્વર રાખી શકે છે કારણ કે તેનાં માતા-પિતા ભાજપના આગેવાન હોવાથી પોલીસ તેનું કંઇ નહીં કરી શકે. પણ જયારે આ ફોટો પોલીસ પાસે પહોચ્યો ત્યારે પોલીસ હરકતમાં આવી હતી.
આ વાઇરલ રીલ્સમાં નિલેશ સિલ્વર કલરની જીજે-03-એમબી-1009 નંબરની કારના બોનેટ પર એક પગ વાળી અને એક પગ લાંબો કરી ઠાઠમાઠથી બેઠો જોવા મળ્યો છે. આ રીલ્સમાં અન્ય યુવાનો પણ જોવા મળી રહ્યા છે. આ રીલ્સમાં ‘અરે ખબર નહીં ક્યાં રૂપમાં આવીને વઇ જાય છે, હું જે કાંઈ કામ ધારું એ મારી મેલડી…મારા બોલતાં પહેલાં કરી જાય છે’ આવો અવાજ મુક્યો છે.
વિડીયોમાં નિલેશ જે કાર પર બેઠેલો જોવા મળે છે એના આગળના ભાગે ચેરમેનશ્રી માર્કેટ સમિતિ (R.M.C) લેખલી નંબરપ્લેટ છે. કોર્પોરેટર દેવુબેનના પતિ મનસુખ જાદવ એ રીપોતર સાથે વાત કરતા તેમને કહ્યું હતું કે, નિલેશ પાસે હથિયારનો પરવાનો નથી. પણ થોડા દિવસ પહેલા ઘરે એક પ્રસંગ હતો અને ત્યારે નિલેશએ રિવોલ્વર સાથે ફોટો પડાવ્યો હતો. સૌકોઈની નઝર એ વાત પર છે કે મનસુખ જાદવ અને તેના પુત્ર સામે પોલીસ કોઈ કાર્યવાહી કરે છે કે નહી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.