દયા અને સહાનુભૂતિ એ ગુણો છે જે આપણને ખરેખર માનવ બનાવે છે. સમય સમય પર, દયા દર્શાવતા લોકોના પ્રેરણાદાયી વીડિયો આપણને માનવતાની યાદ અપાવે છે. પશ્ચિમ બંગાળના રેલવે સ્ટેશન પર રખડતા કૂતરાને ખવડાવવા બદલ સોશિયલ મીડિયા પર આવી જ એક મહિલાની પ્રશંસા થઈ રહી છે.
આ મહિલા કૂતરાઓને ખવડાવે છે દહીં-ભાત
વીડિયોમાં એક અજાણી મહિલાને દહીં ભાતના ગોળા બનાવીને તેના હાથથી કૂતરાને ખવડાવતી બતાવવામાં આવી છે, જેમ કે માતા તેના બાળકને ખવડાવે છે. આ દરમિયાન, કૂતરો તેની બાજુમાં શાંતિથી બેસીને દહીં ભાત ખાતો જોવા મળે છે. વીડિયોમાં મહિલાને એવું કહેતી સાંભળી શકાય છે કે કૂતરો તેની વાત માને છે અને માત્ર શાકાહારી ખોરાક જ ખાય છે.
A woman feeding curd rice to a stray dog at a Railway station in West Bengal.
Hats off to that woman.#greatpeople #savedogs #saveEarth #isrtc . pic.twitter.com/gYojEULwEX— Mukthananda Koneti (@MukthanandaK) April 26, 2022
પશ્ચિમ બંગાળના રેલવે સ્ટેશનનો વીડિયો
આ વીડિયો પશ્ચિમ બંગાળના દમ દમ કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશન પર શૂટ કરવામાં આવ્યો હતો. Goa 24×7 નામના ફેસબુક પેજ પર આ વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં રેલવે પ્લેટફોર્મ પર બેઠેલી એક મહિલા રખડતા કૂતરાને ખવડાવતી જોવા મળી રહી છે. અજાણી મહિલા પ્લેટફોર્મ પર બેસીને રખડતા કૂતરાને દહીં ભાતથી ભરેલો બાઉલ ખવડાવતી જોઈ શકાય છે. વીડિયો પશ્ચિમ બંગાળના દમ દમ કેન્ટોનમેન્ટ રેલવે સ્ટેશનનો છે. આ કૂતરાનું નામ કુતુશ છે અને તેની ઉંમર લગભગ 5 વર્ષ છે.
લોકોની હૃદયસ્પર્શી પ્રતિક્રિયાઓ
હૃદય સ્પર્શી આ વિડીયો ઘણા લોકોના દિલને સ્પર્શી ગયો છે. આ ઈમોશનલ વીડિયો જોઈને લાખો લોકોએ મહિલાના વખાણ કર્યા. એક યુઝરે લખ્યું, ‘આને કહેવાય બિનશરતી પ્રેમ, કેટલાક કૂતરા માણસોનો પ્રેમ ઈચ્છે છે. અમે ઘણા રખડતા પ્રાણીઓને ખવડાવીએ છીએ, પરંતુ અમે તેમની પાસેથી આવો પ્રેમ મેળવી શકતા નથી. લોકો શા માટે વિચારે છે કે રખડતા કૂતરાઓનું કોઈ નામ નથી અને તેને પાલતુ તરીકે ખવડાવી શકાતું નથી?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.