ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં લગ્ન પ્રસંગમાં ગરબે રમતી એક મહિલાને હાર્ટ-અટેક આવતાં તે ત્યાં જ ઢળી પડી હતી અને તેનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
ગાંધીનગરના ખાનપુર ગામમાં રહેતી 45 વર્ષની કલ્પનાબેન ગઢવી પોતાના પિયર રૂપાલમાં લગ્ન હોવાથી ત્યાં ગયાં હતાં. લગ્ન પ્રસંગ હોવાથી ગરબાનું આયોજન કરાયું હતું, જેમાં કલ્પનાબેન પણ ગરબે રમી રહ્યાં હતાં. તે દરમિયાન કોઈને પણ ખબર નહિ હોય કે આ પ્રસંગ એકદમ દુઃખના માહોલમાં ફેરવાઈ જશે. કલ્પનાબેનને અચાનક હાર્ટ-અટેક આવ્યો અને તેઓ ગરબામાં જ નીચે પડી ગયાં હતાં, જેમાં તેમનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે અને અત્યંત ચોંકવનારાં દૃશ્યો સામે આવ્યાં છે.
ગણતરીના સેકન્ડમાં લગ્નનો માહોલ માતમમાં ફેલાઈ ગયો હતો. મહિલાને અચાનક હાર્ટ-અટેક આવતા તેઓ નીચે પડી ગયા હતા. જે જોઈ તેઓના સગા-સંબંધીઓ ભેગા થઈ મહિલાને ઉઠાડવાના ઘણા પ્રયાસો કર્યો પરંતુ મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. મહિલાને અટેક આવ્યો ત્યારે તેના હાથમાં એક બાળક હતું, જોકે સદનશીબે બાળકને કોઇ ઈજા પહોંચી નથી. ઘટના બાદ સગાઓએ 108 બોલાવી હતી. એમ્બ્યુલન્સે ઘટના સ્થળે આવી મહિલાની સારવાર શરૂ કરી હતી. પરંતુ મહિલાનું મોત નિપજ્યું હતું.
હાર્ટ અટેકના મુખ્ય કારણો: હૃદય સુધી લોહી પહોંચાડતી ધમનીઓમાં કોઈ બાધા આવે ત્યારે હાર્ટ અટેક આવે છે. હૃદયમાં દુખાવો અથવા ભારીપણું મહેસૂસ થાય તે હાર્ટ એટેકના સામાન્ય લક્ષણ છે. આ ઉપરાંત, શ્વાસ ચડી જવો, પરસેવો,ઉલટી પણ તેના લક્ષણો છે. ખાન-પાનમાં અનિયમિતતા અને ઓછી ઊંઘ લેવાથી પણ હાર્ટ અટેક આવી શકે છે. હાર્ટ અટેક આવે તો તરત દર્દીને સ્પ્રિનની 2 ગોળી આપવી જોઈએ. ત્યારબાદ ECGનાં માધ્યમથી ડાયગ્નોસિસ કરવામાં આવે છે. બંધ ધમનીઓને દવા આપીને ખોલી શકાય છે.
આ વાતનું ખાસ ધ્યાન રાખો:
સંતુલિત વ્યાયામ: જો તમે કસરત કરી રહ્યા છો તો ધ્યાન રાખો કે શરીરને આદત હોય એટલી જ મુવમેન્ટ કરો. વધારે કસરત ન કરો, કારણ કે તેનાથી ફાયદાને બદલે નુકસાન થઇ શકે છે.
સંતુલિત ડાયેટ: મહામારી ફેલાયા પછીથી લોકો મોટાભાગના સમયે ઘરમાં જ છે તેવામાં ડાયેટ બાબતે સતર્ક રહો. જો ઘરમાં ખાવાની વસ્તુઓ હોય તો પણ વારંવાર ખાધા ન કરો. વધારે ભોજન ન કરો.
સલાહ આપી હોય તે રીતે જ દવા લો: ઘણીવાર લોકો પોતાની દવાને લઈને જાગૃત હોતા નથી. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, થોડા સમય મોડું તો ચાલે છે, પણ સવારની દવા બપોરે અને બપોરની દવા રાતે ન લો. ડોક્ટરે જણાવેલા સમયે જ તે દવા લો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle