સુરતમાં હાર્ટ એટેકે લીધો વધુ એકનો જીવ- ટીવી જોતા જોતા જ ઢળી પડી મહિલા, પળવારમાં જ આંબી ગયો કાળ

Heart attack in Surat: આકરી ગરમી વચ્ચે પણ હાર્ટ એટેક (Heart attack in surat)ના કેસોમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ફરી સુરતમાંથી હાર્ટ એટેકને કારણે મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, સુરતના સચીન (Sachin) વિસ્તારમાં હાર્ટ એટેકથી એક મહિલાનું મોત થયું છે. સુરતમાં હાર્ટ એટેકે વધુ એકનો ભોગ લીધો છે. સચિન કનકપુર ખાતે રહેતી 43 વર્ષીય મહિલાને ટીવી જોતા જોતા હાર્ટ એટેક આવતા મોત થયું છે. મહિલાના મોતથી પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે.

મહત્વનું છે કે, સચિન કનકપુર ખાતે રહેતી મહિલાને ટીવી જોતા જોતા શ્વાસ લેવામાં તકલીફ પડી હતી અને ત્યારબાદ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ ફરજ પરના હાજર તબીબો મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી.

આ પહેલા પણ સુરતમાં હાર્ટએટેકનો કિસ્સો સામે આવી ચુક્યો છે. જેમાં જમીને મોડી રાતે સૂઇ ગયા બાદ સવારે યુવક ઉઠ્યો જ નહી, યુવકને ઊંઘમાં જ હાર્ટ એટેક આવી ગયો હતો. મૂળ બિહારના મધુવનીનો વતની અને હાલ સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલા સુડા સેક્ટરમાં રહેતો 25 વર્ષીય વિજય રામાનંદ શર્મા બુધવારના રોજ રાત્રે જમીને સૂઈ ગયો હતો. જોકે, બીજા દિવસે જ્યારે મિત્રએ તેને ઉઠાડ્યો તો તે ઉઠ્યો જ ન હતો. ત્યાર બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ હોસ્પિટલ ખાતે હાજર ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલમાં તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેના રિપોર્ટમાં યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું બહાર આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *