સુરત: રોંગ સાઈડથી રસ્તો ક્રોસ કરી રહેલી મહિલાએ ચાર વાહનોને અડફેટે લેતા સર્જાયો અકસ્માત – જુઓ વિડીયો

ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત સુરતમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. ગાડી લઈને નીકળેલ મહિલા…

ગુજરાતમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક વખત સુરતમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. ગાડી લઈને નીકળેલ મહિલા રોંગ સાઈડથી રસ્તો ક્રોસ કરી રહી હતી. આ દરમ્યાન મહિલાની ગાડી સાથે અચાનક 3 થી 4 વાહનો અથડાતા ચકચાર મચી ગઈ છે.

દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતના વરાછા વિસ્તારમાં યોગી ચોક પાસે રોંગ સાઈટ જતી મહિલાને કારણે અકસ્માત સર્જાયો હતો. જેને પગલે મહિલા સાથે રોડ ક્રોસ કરતી વેળાએ અડફેટે આવેલા વાહનચાલકો અને મહિલાને ઈજા થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સુરતમાં આવેલ વરાછા વિસ્તારના યોગી ચોક પાસે મહિલા દ્વારા અકસ્માત સર્જાતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. રોંગ સાઈડ જતી મહિલા સાથે અકસ્માત સર્જાયો હતો. મહિલા પોતાના વેહિકલ દ્વારા રસ્તો ક્રોસ કરી રહી હતી, મહિલા રોંગ સાઈડથી રસ્તો ક્રોસ કરવા જઈ રહી હતી. આ સમયે ક્રોસ રોડ પર 3 થી 4 વાહનચાલકોને મહિલાએ અડફેટે લીધા હતા. અચાનક એકસાથે આટલા વાહનો અથડાતા લોકો દંગ રહી ગયા હતા અને ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

હાલમાં આ સમગ્ર ઘટનાના cctv ફૂટેજ પણ વાઈરલ થઈ રહ્યા છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જોકે, અકસ્માતમાં મહિલા સાથે રોડ ક્રોસ કરતી વેળાએ અડફેટે આવેલા એક વાહનચાલક અને મહિલાને ઈજા થતા સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *