કહેવાય છે કે પ્રેમની કોઈ ઉંમર હોતી નથી. પ્રેમ ગમે ત્યારે કોઈને પણ થઈ શકે છે. પ્રેમએ ઉંમરનો મોહતાજ નથી હોતા, તે વાતનો પુરાવો હરિયાણા રાજ્યમાં આવેલા પાણીપત જિલ્લાની સામે આવેલી આ લવ સ્ટોરી છે. હરિયાણા રાજ્યમાં આવેલા પાણીપત જિલ્લાના મતલૌદા શહેરમાં ફરી એકવાર સંબંધોને કલંકિત કરવાનો મામલો સામે આવ્યો છે. જ્યાં પિતરાઈ ભાઈ-બહેન ઘરેથી શંકાસ્પદ સંજોગોમાં ગુમ થઈ ગયા છે.
મળેલી માહિતી અનુસાર ઘરેથી ગુમ થઈ ગયેલા પિતરાઈ ભાઈ-બહેનમાં મહિલાની ઉમર 29 વર્ષની છે અને તેને સંતાનોમાં બે બાળકો પણ છે. જયારે છોકરો માત્ર 15 જ વર્ષનો છે. મહિલા તેના બે બાળકોને ઘરે જ મૂકીને ગઈ છે. આ કેસની ફરિયાદ મહિલાના પતિએ પોલીસને આપી છે. પોલીસે બંને ગુમ થયાનો ગુનો નોંધી તેમની શોધખોળ શરૂ કરી છે.
મતલૌડા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદમાં મહિલાના પતિએ જણાવ્યું કે તે મૂળ વેસર ગામનો રહેવાસી છે. હાલમાં શ્રી રામ કોલોની મતલૌડામાં રહે છે. વર્ષ 2013માં તેના લગ્ન બિહારની રહેવાસી મહિલા સાથે થયા હતા. લગ્ન પછી, દંપતી 7 વર્ષના પુત્ર અને 1 વર્ષની પુત્રીના માતા-પિતા છે.
તેમની પત્ની 8 એપ્રિલના રોજ બપોરે 3 વાગ્યે તેમના બે બાળકોને મૂકીને શંકાસ્પદ સંજોગોમાં ઘરની બહાર નીકળી ગઈ હતી, તેણે કોઈને કશું કહ્યું પણ નહીં. મહિલાના સગા કાકા પણ મહિલાના મકાનની નીચે ભાડા પર રહે છે. જેમને 15 વર્ષનો પુત્ર છે. તપાસમાં જાણવા મળ્યું કે મહિલા તેના 15 વર્ષના પિતરાઈ ભાઈ સાથે ભાગી ગઈ હતી. બંને એક જ સમયે ઘરેથી ગુમ થઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.