ઘરમાં જ ગાયબ થયો બાળક, કલાકોની શોધખોળ બાદ એવી હાલતમાં મળ્યો કે લોહીના આંસુએ રડ્યો પરિવાર

ઘરમાં બાળકોને એકલા મૂકીને જતા શ્રમિકો અને નોકરિયાત માતા પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો ગુજરાત રાજ્યમાં આવેલા રાજકોટ માંથી સામે આવ્યો છે. રાજ્યમાં મજૂરી…

ઘરમાં બાળકોને એકલા મૂકીને જતા શ્રમિકો અને નોકરિયાત માતા પિતા માટે એક લાલબત્તી સમાન કિસ્સો ગુજરાત રાજ્યમાં આવેલા રાજકોટ માંથી સામે આવ્યો છે. રાજ્યમાં મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતું દંપતી પોતાના પુત્રને ઘરે મૂકીને કામ કરવા માટે ગયું હતું.

મીતનો પરિવાર

સાંજ થતા મહિલા કામ પરથી ઘરે આવી ત્યારે વહાલસોયો કાઈ દેખાણો નઈ તેથી શોધખોળ શરૂ કરી હતી અને અંતે પોલીસમાં જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી બાળકની તપાસ હાથ ધરી હતી. માતાએ ઘઉંની કોઠીનું ઢાંકણ ખોલતાં જોવા માટે કે બાળકે કેવા રંગના કપડાં પહેર્યા હતા અને ખોલતાંની સાથે જ પુત્રનો મૃતદેહ તેમાંથી મળી આવ્યો હતો.

મળેલી માહિતી અનુસાર થોરાળા નજીક આવેલા શિવાજીનગરમાં રહેતા જયેશભાઇ અને તેના પત્ની ઉષાબેન બારૈયા શનિવારના રોજ મજૂરી કરવા માટે ગયા હતા. ત્યારે તેમનો નવ વર્ષનો મીત બીમાર હોવાથી શાળાએ નહોતો ગયો અને ઘરે એકલો હતો. અલબત્ત તેમની 4 વર્ષની પુત્રી બંસીને ઉષાબેન તેના માતાના ઘરે મૂકીને ગયા હતા, લગભગ સાંજે પાંચેક વાગે ઉષાબેન કામ પરથી ઘરે આવતા પુત્ર મીત કઈ મળતો ન હતો.

મૃતક મીતની ફાઈલ તસવીર

પાડોશમાં રહેતા લોકોને પણ પૂછ્યું પણ કઈ સમાચાર ન મળ્યા હતા. ત્યારે ભત્રીજીએ કહ્યું હતું કે, લગભગ ચાર વાગ્યે મીતને ઘર પાસે રમતા જોયો હતો. જયેશભાઇને પોતાનો પુત્ર લાપતા થયા અંગે જાણ કરાતા તેઓ પણ તરતજ ઘરે પહોંચી ગયા હતા અને તેથી શોધખોળ શરૂ કરી હતી અને અંતે પોલીસમાં જાણ કરતા પોલીસે અપહરણનો ગુનો નોંધી બાળકની તપાસ હાથ ધરી હતી.

મૃતક મીતના દાદા ભીખુભાઇ બારૈયા

મીતના દાદા ભીખુભાઇ બારૈયાએ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, પરિવાર કામે ગયો હતો ત્યારે રમતા-રમતા મીત અનાજની કોઠીમાં પડી ગયો હતો અને  આ અંગે અજાણ હોવાથી અમે બહાર તેની શોધખોળ કરી રહ્યા હતા. આ અંગે પોલીસ ને જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *