ચમત્કારની કેટલીક ઘટનાઓ સોશિયલ મીડિયામાં અવારનવાર સામે આવતી રહેતી હોય છે.હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. છત્તીસગઢની રાજધાની રાયપુરમાં ડોક્ટરોએ 72 વર્ષની એક મહિલાને મૃત જાહેર કરી દીધી, જ્યારે તે મહિલા જીવિત હતી. પરિવારના લોકો તે મહિલાને લઇને સ્મશાન પહોંચ્યા. કથિત રીતે મૃત આ મહિલાને જ્યારે ચિતા પર સુવરાવવામાં આવી તો તેના શ્વાસ શરુ હતા. પરિવારના લોકો તરત તેને ફરીથી હોસ્પિટલ લઇને ગયા, પરંતુ ત્યાં સુધીમાં તેનું મોત થઇ ગયું હતું. પરિવારના લોકોનો આરોપ છે કે, ડોક્ટરોએ પહેલી વાર જ સરખી રીતે તપાસ કરી હોત તો કદાચ તેનો જીવ બચી ગયો હોત.
રાયપુરની આંબેડકર હોસ્પિટલમાં ડોક્ટરોની ખૂબ ગંભીર બેદરકારી સામે આવી છે. મૃતકના પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે, ડોકટરોએ જીવંત મહિલાને મૃત જણાવીને શ્મશાન ગૃહે મોકલી દીધી હતી, પરંતુ જ્યારે અંતિમ સંસ્કારમાં લઈ જવામાં આવ્યા ત્યારે મુક્તિધામના કર્મચારીઓએ જોયું કે, તેનો શ્વાસ ચાલી રહ્યો છે. બીજી બાજુ, રાજધાનીની સૌથી મોટી હોસ્પિટલની આવી ગંભીર બેદરકારી સામે આવી છે.
કુશાલપુરમાં રહેતી 72 વર્ષની મહિલા લક્ષ્મીબાઇ અગરવાલને તેની પૌત્રી નિધિ જૈન દ્વારા બુધવારે સાંજે 4.30 વાગ્યે રાયપુરની આંબેડકર હોસ્પિટલમાં 108 એમ્બ્યુલન્સ દ્વારા દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલના ડોક્ટરોએ તેને જોઇને જ મૃત ઘોષિત કરી દીધી. ત્યારબાદ મહિલાના મૃતદેહને એમ્બ્યુલન્સ મારફતે સ્મશાન પહોંચાડવામાં આવ્યો. મહિલાના અંતિમ સંસ્કારની તૈયારી થવા લાગી.
જ્યારે મહિલાને ચિતા પર સુવરાવવામાં આવી ત્યારે તેના શરીરમાં હલન ચલન જોવા મળી. ત્યારબાદ તપાસ કરી તો ખબર પડી કે નાડી ચાલે રહી છે. જ્યારે ફરી વખત હોસ્પિટલ પહોંચ્યા ત્યાં સુધીમાં તેમનું મોત થઇ ગયું હતું. ડોક્ટરોએ અમુક કલાકની અંદર જ એક મહિલાને બે વખત મૃત જાહેર કરી.
પરિવારના સભ્યોએ આરોપ લગાવ્યો કે, ડોકટરોની બેદરકારીને કારણે લક્ષ્મીબાઈની સમયસર સારવાર યોગ્ય રીતે થઈ શકતી નથી, જેનાથી તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ. લક્ષ્મીબાઈના પૌત્ર નીરજ જૈને કહ્યું હતું કે, અંતિમ સંસ્કાર પછી તેઓ આગળ શું કરવાનું છે તે નિર્ણય લેશે.
હોસ્પિટલે કહ્યું, બધું પ્રોટોકોલ હેઠળ થયું
હોસ્પિટલ મેનેજમેન્ટે લખ્યું છે કે મહિલાને હોસ્પિટલમાં લાવ્યા બાદ, બાકીની તપાસ બાદ તેનો ઇસીજી કરવામાં આવ્યો હતો અને ઇસીજીના રિપોર્ટને આધારે ફ્લેટ આવતા મહિલાને મૃત જાહેર કરવામાં આવી હતી. કોવિડ પ્રોટોકોલ મુજબ, તેમની કોવિડ તપાસ કરવામાં આવી હતી અને કોવિડ રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ મૃતદેહ પરિવારના સભ્યોને સોંપાયો હતો. સાત વાગ્યાની આસપાસ લક્ષ્મીબાઈના મૃતદેહને ફરીથી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. તેના પરિવારને શંકા છે કે, શ્વાસ ચાલી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.