દરેક વ્યક્તિ કોઈકને કોઈક રીતે કરકસર તો કરતા જ હોય છે. કરકસર કરવી સારી પરંતુ અમે જે વાત કરીએ છીએ એ મહિલાએ તો કંજુંસાઈની હદ વટાવી દીધી છે. અમે તમને એક એવી મહિલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે પૈસાની એટલી હદે બચત કરે છે કે, તે જરૂરી વસ્તુઓ માટે પણ પૈસા ખર્ચતી નથી. ન્યૂયોર્કમાં રહેતી કેટ હાશિમોટો હંમેશા પોતાના જીવનમાં વપરાતી નાની-મોટી વસ્તુઓ ખરીદવા પર કાપ મુકે છે. જાણવા મળ્યું છે કે, જેના કારણે તે જરૂરી વસ્તુઓ પણ ખરીદતી નથી. તેના મતે આ તેની પૈસા બચાવવાની રીત છે.
એક શોમાં વાત કરતી વખતે કેટ એ પોતાના વિશે ઘણી રસપ્રદ વાતો કહી હતી. તેણે કહ્યું કે, તે 3 વર્ષથી ન્યૂયોર્કમાં રહે છે. ભલેને શહેરમાં રહેવું ખૂબ મોંઘુ હોય પરંતુ, તેણે ઘણી ખાસ રીતો શોધી કાઢી છે. જેના દ્વારા તેઓ પોતાનો ખર્ચ ઘટાડે છે. જાણવા મળ્યું છે કે, કેટ એક મહિનામાં રહેવા માટે માત્ર 14,800 રૂપિયા ખર્ચ કરે છે. કેટએ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, તે ક્યારેય ઘર માટે ફર્નિચર ખરીદતી નથી. તે હંમેશા રસ્તાની બાજુમાં પડેલા ભંગારનો જ ઉપયોગ કરીને ઘર માટે ફર્નિચર જાતે બનાવે છે.
કેટએ એમ પણ કહ્યું- “કેટલીકવાર લોકો તેમની જૂની તૂટેલી વસ્તુઓ ઘરની બાજુમાં રોડ ઉપર ફેંકી દે છે, હું તેને મારા ઘરે લાવું છું. આ રીતે પણ મેં ઘણું બચાવી લીધું.” આટલું જ નહીં, કેટે એમ પણ કહ્યું કે તેણે છેલ્લા 8 વર્ષથી પોતાના માટે એક પણ કપડું ખરીદ્યું નથી. છેલ્લે 1998માં તેણે પોતાના માટે કપડાં ખરીદ્યા હતા. ત્યારથી આજ સુધી તેણે કપડાં પર રૂપિયા ખર્ચ કર્યા નથી. મહિલાએ કહ્યું કે, જ્યારે તે સ્નાન કરે ત્યારે તેના કપડા પાણીમાં ધોવાઇ જાય છે.
આ ઉપરાંત, એક આશ્ચર્યજનક બાબત એ પણ છે કે કેટે છેલ્લા 3 વર્ષથી કપડાં ધોવાના સાબુનો ખર્ચ બચાવવા માટે 3 વર્ષથી કપડાં પણ ધોયા નથી. આ સિવાય, આવી બીજી વસ્તુઓ પણ છે જે કોઈને પણ હેરાન કરી દેશે. તમને જણાવી દઈએ કે, કેટ પૈસા બચાવવા માટે ટોઈલેટ પેપર પણ ખરીદતી નથી. તે માત્ર પાણી અને સાબુનો ઉપયોગ પોતાની જાતને સાફ કરવા માટે કરે છે. આ રીતે બચત કરીને કેટે માત્ર 6 મહિનામાં 5 હજાર પાઉન્ડ એટલે કે 6 લાખ રૂપિયાથી વધુ બચત કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.