કેદીના પ્રેમમાં પાગલ થઇ મહિલા જેલર- જેલના સળિયા પાછળ ચાલી રહેલી કામલીલાનો વિડીયો થયો વાયરલ

Published on: 4:49 pm, Tue, 2 August 22

કહેવાય છે કે પ્રેમને કોઈ કાબૂમાં રાખી શકતું નથી. આવું જ કંઈક આ મહિલા જેલર સાથે થયું છે. એક મહિલા જેલર જે જેલમાં ફરજ પર હતી, એ જ જેલના એક કેદીના પ્રેમમાં પડી જાય છે. જેલર પ્રેમમાં એટલી ઊંડી પડી ગઈ હતી કે તેણે તેના કેદી પ્રેમી માટે દાણચોરી પણ શરુ કરી હતી. જો કે આ વાતનો ખુલાસો થતાં જ ડર્બી ક્રાઉન કોર્ટ (યુકે)ના જજ જોનાથન બેનેટે મહિલા જેલરને 15 મહિનાની જેલની સજા ફટકારી હતી. તે જ સમયે, તેણીને તેની નોકરીમાંથી પણ કાઢી નાખવામાં આવી હતી અને હવે તે પોતે જેલના સળિયા ગણી રહી છે.

તે જ સમયે આર્જેન્ટિનામાં એક મહિલા જજ એક કેદીના પ્રેમમાં પાગલ થઇ હતી. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે બંનેના કિસનો ​​વીડિયો વાયરલ થયો. એટલું જ નહીં, મહિલા ન્યાયાધીશે આરોપીને ઓછામાં ઓછી સજા મળે તે માટે પૂરો પ્રયાસ કર્યો હતો.

જેલની અંદર iPhone વેચાતા હતા
સુનાવણી દરમિયાન, તે પણ બહાર આવ્યું હતું કે જેલર એમ્મા જોન્સન અને કેદી માર્કસ સોલોમન વચ્ચે ઘણી વાતો થઈ હતી. તેણીએ કેદીને તમામ પ્રકારની સુવિધાઓ પણ પૂરી પાડી હતી. માર્કસ જેલની અંદર દાણચોરી કરીને આઇફોન વેચતો હતો. આમાંથી જે પણ કમાણી થતી હતી તેના પૈસા મહિલા જેલરના ખાતામાં જતા હતા. બંનેના મેસેજ કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા હતા અને જેના કારણે આ બધી બાબતોનો ખુલાસો થયો હતો.

ન્યાયાધીશે ચુકાદો સંભળાવતા કહ્યું…
ન્યાયાધીશે આ કેસમાં ચુકાદો સંભળાવતા કહ્યું, ‘હું એ હકીકત સ્વીકારી શકું છું કે તમે કેદીના પ્રેમમાં પડ્યા છો, પરંતુ જેલરે કોઈપણ સંજોગોમાં તેની નોકરીમાં કોઈ પણ પ્રકારની બાનછોડ ન કરવી જોઈએ. જ્યારે વિશ્વાસનો આ રીતે દુરુપયોગ થાય છે ત્યારે કોર્ટની ફરજ બની જાય છે કે આવા લોકોને પણ સજા થવી જોઈએ અને અન્ય લોકોએ તેમાંથી બોધપાઠ લેવો જોઈએ.

કેદીના પ્રેમમાં પડી મહિલા જજ, કિસ કરતો વીડિયો થયો વાયરલ
આર્જેન્ટિનામાં એક મહિલા જજ આરોપીને દિલ આપી બેથી હતી, બંનેનો એકબીજાને કિસ કરતો વીડિયો પણ વાયરલ થયો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલા જજ પોલીસ અધિકારીની હત્યાના આરોપમાં જેલમાં રહેલા કેદીના પ્રેમમાં હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.