ગુજરાતના બનાસકાંઠામાં એક મોટી ખબર સામે આવી છે જ્યાં એક મહિલા અને બાળકી ચોરવાના આરોપમાં પોલીસે ગિરફ્તાર કરી લીધી છે. મહિલા બનાસકાંઠાના પાલનપુર ની રહેવાસી છે. તેનું નામ સીમા મેમણ છે. કહેવાઈ રહ્યું છે કે મહિલા લગ્ન પછી મા નહોતી બની શકે. તેને બાળક નહોતું થતું. એવામાં તે માનસિક રૂપથી બીમાર રહેવા લાગી.
પહેલા પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતાં..
બાળક નહીં જન્મને કારણે સીમાએ બીજા લગ્ન કર્યા હતા. બીજા લગ્ન પહેલા પહેલા પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતાં. સીમા ને બીજા પતિ પાસેથી પણ બાળક ન મળ્યો. સાથે તેનો બીજો પતિ પણ માનસિક રૂપથી બીમાર હતો.એવામાં માં નહીં બની શકવાના કારણે તે એટલી હેરાન થઈ ગઈ કે તેને એક બાળકીના અપહરણની યોજના કરી.
સીમા બાળકોની ચોરી કરવા માટે વિસ્તારમાં નવજાત શિશુના માની રેકી કરતી હતી. તે નવજાત શિશુની મને કહેતી હતી કે સરકારની યોજના અંતર્ગત તમને સહાયતા મળશે. આવું કહી તેમા અને નવજાત શિશુ અને માને તાલુકા પંચાયત માં લઈ જતી હતી. આ દરમિયાન એક થી દોઢ મહિનાની બાળકી સાથે એકમાં જોઈ, તેને તે સરકારી યોજનાનો લાભ અપાવવાના બહાને તાલુકા પંચાયતમાં લઈને આવી.
ત્યાં લઇ ગયા બાદ સીમાએ બાળકીની માને ઝેરોક્ષ કરાવવા માટે મોકલી દીધી અને તેને કહ્યું કે તે બાળકીને સંભાળી લેશે. જેવી માં ઝેરોક્ષ કરાવવા માટે ગઇ તો સીમા એ દોઢ માસની બાળકી લઈ ફરાર થઈ ગઈ. બાદમાં પીડિતાએ પોલીસમાં ફરિયાદ કરી તો સમગ્ર ઘટનાનો ખુલાસો થયો.પછી પોલીસે સીસીટીવી અને સોશિયલ મીડિયાની મદદથી બાળકી સહિત સીમાને ગિરફતાર કરી લીધી.
જાણકારી મુજબ સીમા ઘર-પરિવાર વાળા લોકોને દેખાડવા માટે પ્રેગનેન્ટ હોવાનો ઢોંગ કરતી હતી. તે ઘણા લાંબા સમયથી પોતાના કપડા અંદર પેટ ઉપર કપડાનો જાડો પાટો બાંધી પરિવાર સામે આવતી હતી. એટલે જ તેણે મોકો મળતાં રણનીતિ મુજબ બાળકીને ભગવાન કરી ફરાર થઈ ગઈ.બાળકીને ઉઠાવ્યા બાદ પરિવાર વાળાઓને ફોટો મોકલી કહ્યું કે તેણે એક બાળકીને જન્મ આપ્યો છે.