અમેરિકામાંથી એક ઘટના સામે આવી છે. અમેરિકાના ફ્લોરિડાથી એક ચોંકાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક મહિલાએ પોતાના બૉયફ્રેન્ડને મારવા માટે સૂટકેસમાં પૂરી દીધો હતો. ત્યારબાદ પોલીસે આ મહિલાની ધરપકડ કરી હતી, અને પોલીસ સામે આ આરોપી મહિલાએ કહ્યું કે, તે Hide And Seek રમત રમી રહ્યાં હતા. ફ્લોરિડા પોલીસે 42 વર્ષની સારાહ બૂનને પોતાના બૉયફ્રેન્ડ જ્યોર્જ જૂનિયરની હત્યાના આરોપમાં અરેસ્ટ કરવામાં આવી. ઑરેન્જ કાઉન્ટી શેરિફ ઑફિસના ડેપ્યુટીઝે મંગળવારે સ્ટેટમેન્ટ રજૂ કરતા આ ઘટનાની જાણકારી આપી છે. આના પહેલા સારાહે પોલીસને ફોન કરી બૉયફ્રેન્ડના મોતની જાણકારી આપી હતી.
બૂને સોમવારે વિન્ટર પાર્ક સ્થિત પોતાના ઘરેથી 911 પર પોલીસને કૉલ કર્યો અને જણાવ્યું કે, તેના બૉયફ્રેન્ડનું મોત થઈ ગયું છે. શોધકર્તાઓ અનુસાર બૂનનો દાવો છે કે, તેણે અને તેના બૉયફ્રેન્ડ ટૉરેસે રાત દારૂ પીધો હતો અને Hide And Seek રમવા દરમિયાન ટૉરેસે કહ્યું કે, સૂટકેસની અંદર છૂપાઈ જશે.રિપોર્ટ અનુસાર, બૂને કહ્યું કે, ટૉરેસ સૂટકેસમાં પૂરાઈ ગયો હતો એટલે તેણે બહારથી ચેન લગાવી દીધી. ત્યારબાદ તે ઉપરના માળે ઊંઘવા માટે જતી રહી.
જ્યારે સવારમાં ઉઠી તો તેણે પોતાના બૉયફ્રેન્ડને મૃત હાલતમાં જોયો. જોકે, પોલીસનું કહેવું છે કે, બૂનનું ફોન પર આપવામાં આવેલું નિવેદન વિડીયો પૂરાવા સાથે મેળ નથી ખાઈ રહ્યો. વિડીયોમાં ટૉરેસ એક ભૂરા રંગની સૂટકેસમાંથી બહાર નીકળવાનો પ્રયત્ન કરી રહ્યો છે. વિડીયોમાં તે મદદ માટે બૂમો પાડી રહ્યો છે કે તે સૂટકેસમાં શ્વાસ લઈ શકતો નથી.પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલા ડૉક્યૂમેન્ટમાં એમ પણ કહેવામાં આવ્યું કે, બૂન પોતાના બૉયફ્રેન્ડનો અવાજ સાંભળી રહી હતી અને કહી રહી હતી મને લાગી છે કે તે મને ચીટ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.