Surat Accident: રાજયમાં નવાર-નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે જેમાં કેટલાં નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે . આજે સુરતમાંથી પણ એક ઘટના પ્રકાશવામાં આવી છે. કતારગામમાં(Surat Accident) મહાનગર પાલિકાના ડમ્પર ચાલકે એક મહિલાને અડફેટે લીધી. ઘટના બનતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ ડ્રાઇવર દારૂના નશામાં હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ને પોલીસ સાથે બોલાચાલી કરી લોકો રોષે ભરાઈ હોબાળો કર્યો.
ડમ્પર ચાલક નશામાં હોવાની આશંકા
કતારગામમાં રહેતાં મૃતક મહિલા મનીષાબેન બારોટ દિવ્યાંગ છે. તેઓ આજે સવારે મોપેડ લઈને નોકરી પર જવા માટે નીકળ્યા હતાં. આ દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલા પાલિકાના ડમ્પર ચાલકે તેને અડફેટે લીધા અને તેઓ નીચે પટકાયા અને ત્યાર બાદ તેઓને કચડી નાખ્યા. આ ઘટના બનતાં જ થોડા સમયમાં મનીષા બને પોતાનો જીવ ગુમાવી દીધો. ઘટનાના પગલે ત્યાં લોકોનું ટોળું વળી ગયું અને ડમ્પર ચાલકને પકડી પાડી પોલીસને જાણ કરવામાં આવી .
અકસ્માતમાં માતાનું મોત થતાં 16 વર્ષની દીકરી બની નિરાધાર
કતારગામમાં આવેલા શક્તિ ડાયમંડ એપાર્ટમેન્ટમાં 45 વર્ષીય મનીષાબેન નિકુંજભાઈ બારોટ પરિવાર સાથે રહેતા હતા. મનીષાબેન બારોટના પતિનું દસ વર્ષ પહેલા અવસાન થઈ ચૂક્યું છે. જ્યારે તેમને એક 16 વર્ષની દીકરી છે. તેની દીકરીએ હાલ ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ કરી હતી. મનીષાબેન રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
એકની એક દીકરીએ નાનપણમાં જ પિતા ગુમાવ્યા બાદ હવે માતાને પણ ગુમાવી દેતા નિરાધાર બનતાં તેઓને આઘાત લાગી ગયો. અકસ્માત અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. ડમ્પરના ચાલકને પોલીસ હવાલે કરી દીધો હતો. જોકે લોકોના રોષના પગલે પોલીસની વાનને પણ ઘેરી લેવામાં આવી હતી. હાલ પોલીસ દ્વારા મહિલાના પરિવારજનોને જાણ કરવામાં આવી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે.
કડકમાં કડક કાર્યવાહીની માંગ
મૃતકના ભાણેજ હાર્દિક બારોટે જણાવ્યું હતું કે, હવે પાલિકા અને આ ડમ્પરના ડ્રાઈવર વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. પાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે ન પહોંચીને ડમ્પરના ડ્રાઇવરને કતારગામ પોલીસ સ્ટેશન જઈ છોડાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વચ્ચે તેઓ છુટે નહીં અને તેને કડકમાં કડક સજા મળે તેવી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube
- એન્ડ્રોઇડ એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati Android App આઈફોન માટે એપ ડાઉનલોડ કરો: Trishul News Gujarati iPhone App