એક મહિલાને તેના બોયફ્રેન્ડની હત્યા બદલ 40 વર્ષની જેલની સજા ફટકારવમ આવી છે. બોયફ્રેન્ડની હત્યા કર્યા બાદ તેના શરીરના ટુકડા કરી નાખ્યા હતા. ગુરુવારે, 31 વર્ષીય મહિલાને 4 દાયકા સુધી જેલમાં રહેવાની અદાલતે સજા સંભળાવી છે.
અમંડાના પિતા સાથે લગ્ન કરવા અને બોયફ્રેન્ડની હત્યા કરવાનો મામલો અમેરિકા દેશના પશ્ચિમ વર્જિનિયા શહેરનો છે. કોર્ટના દસ્તાવેજો મુજબ, ફેબ્રુઆરી 2019 માં બોયફ્રેન્ડની હત્યા કરવામાં આવી હતી. 31 વર્ષની મહિલા તે સમયે અમંડાના બોયફ્રેન્ડ જ્હોન મૈકગ્યુરીની સાથે હતી. અને તે 38 વર્ષનો હતો.
અમંડાના 55 વર્ષના પિતા લૈરી મૈકક્લુરીને ઓંગસ્ટમાં જ જેલમાં આજીવન કારાવાસની સજા કરવામાં આવી હતી. અમંડાએ તેના પિતા સાથે મળીને પોતાના બોયફ્રેન્ડની હત્યા કરી હતી. ત્યાં લૈરી મૈકક્લુરીએ અમંડાના પિતા હતા. પરંતુ તેમણે અમંડાનો ઉછેર કર્યો નહતો.
ત્યારે જ, અમંડાની 32 વર્ષની બહેન મૈરી પર પણ હત્યાનો કેસ ચાલી રહી છે. તેના પર આરોપ છે કે તેની બહેનના બોયફ્રેન્ડની હત્યામાં તે પણ સામેલ હતી. અમંડાનું કહેવું એમ છે કે તેના પિતાને લીધે તેના પર ખરાબ પ્રભાવ પડી રહેલો છે. તેના કારણે જ આ ઘટના બની હતી. અમંડાનું એમ પણ કહેવું છે કે મારા પિતા મારી નજીક કોઈ બીજું પુરુષ ને જોવા માંગતા ન હતા.
એક અહેવાલ મુજબ, અમંડાએ બોયફ્રેન્ડની હત્યા કર્યા પછી ગુપ્ત રીતે તેના પિતા સાથે મળીને તેના મૃતદેહને દફનાવ્યો હતો. બાદમાં, મૃતદેહને તે જગ્યાએ થી કાઢી બીજી જગ્યાએ દફનાવી દીધો હતો. ત્યારબાદ અમંડાએ તેના પિતા સાથે શારીરિક સંબંધ પણ બનાવ્યા હતા. હત્યાના 3 અઠવાડિયા પછી અમંડાએ તેના પિતા સાથે પણ લગ્ન કર્યા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle