તું મારો નહિ તો કોઈનો પણ નહિ, આવું કહેતાની સાથે બોયફ્રેન્ડ પર ફેક્યું એસીડ, જાણો વિગતે

TrishulNews.comઅમારી  યુ ટ્યુબ  ચેનલ સબસ્ક્રાઈબ કરો 

તમે એસીડ એટેકના ઘણા કિસ્સાઓ સાંભળ્યા હતા કે, જેમાં કોઈ અસામાજિક તત્ત્વએ અથવા તો પ્રેમીએ પ્રેમિકા પર એસીડ ફેંક્યું હોઈ. ત્યારે હવે આનાથી એકદમ વિપરીત ઘટના સામે આવી છે. કે, પ્રેમિકાએ પ્રેમી પર એસીડ ફેક્યું અને કહ્યું કે, તું મારો નહીં તો કોઈનો નહીં. એડીડ એટેકમાં ભોગ બનનાર યુવક ચહેરા, ગરદન અને છાતીના ભાગે દાજ્યો હતો.

એક રીપોર્ટ અનુસાર થોડા દિવસો પહેલા દિલ્હીના વિકાસ પૂરી વિસ્તારમાથી લોકો દ્વારા પોલીસને ફોન કરીને જાણ કરવામાં આવી હતી કે, કોઈએ બાઈક પર જતા એક યુવક અને યુવતી પર એસીડ ફેંક્યું છે. ઘટનાને પગલે PCR ઘટના સ્થળે પહોંચી અને એસીડ એટેકમાં વધારે દાજેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.

યુવક અને યુવતીએ હોસ્પિટલમાં પોલીસને નિવેદન આપ્યું હતું કે, ચાલુ બાઈક પર કોઈકે તેમના પર એસીડ ફેંક્યું હતુ. આ ઘટનાને પગલે પોલીસે ગુનો દાખલ કરીને આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ઘણા દિવસો સુધી આરોપીની શોધખોળ કરી હતી. પણ પોલીસ આરોપીઓને પકડવાની નિષ્ફળ રહી હતી.

Loading...

ત્યારબાદ પોલીસને યુવક અને યુવતીની પર શંકા જતા પોલીસે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા યુવકની ફરીથી પૂછપરછ કરી હતી. ત્યરે યુવકે પોલીસને જણાવ્યુ હતું કે, ઘટના પહેલા પ્રેમિકા યુવકને સરખી રીતે અડી ન શકતી હોવાના કારણે તેને હેલ્મેટ ઉતારવાનું કહ્યું હતુ. યુવકની પૂછપરછ પછી પોલીસે કડક વલણ આપનાવીને પ્રેમિકાની પૂછપરછ કરી હતી. જેના કારણે પ્રેમિકાએ જ એસીડ ફેંક્યું હોવાની કબુલાત કરી હતી. હાલ પ્રેમિકા પોલીસ કસ્ટડીમાં છે.

પ્રેમિકાએ જણાવ્યું હતું કે, તે છેલ્લા ત્રણ વર્ષથી યુવકને પ્રેમ કરતી હતી. પણ યુવક તેની સાથે લગ્ન કરવાની વાતને લઇને આનાકાની કરતો હતો. જેના કારણે તેને નક્કી કર્યું કે, તે મારો નહીં તો કોઈનો નહીં. આ પ્લાનને અંજામ આપવા માટે પ્રેમિકાએ એક એસીડની બોટલ ખરીદી હતી અને તે બોટલને તેના પર્સમાં જ રાખતી હતી અને પ્લાનીગ અનુસાર જયારે તેને મોકો મળ્યો તેને યુવક પર એસીડ ફેંકી દીધું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

અહી લાઈક બટન પર ક્લિક કરી અમારું પેજ લાઈક કરો. 

અહી ક્લિક કરી અમારી Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરો.