આપણા સમાજમાં સ્ત્રીને પુરુષની સમોવડી ગણવામાં આવે છે. તેમ છતાં આજે પણ આપણા સભ્ય સમાજમાંથી સ્ત્રીઓ ઉપર થતા અત્યાચારના બનાવો અવારનવાર સામે આવતા રહે છે. આ દરમિયાન ફરીવાર દુષ્કર્મનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પત્ની સાથે પતિએ રસોઈ મુદ્દે મારપીટ કરી તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યા બાદ દુષ્કર્મ ગુજાર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. આ મામલે પોલીસ દ્વારા મહિલાની ફરિયાદ લઈ પતિ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી એક પરિણીતા દ્વારા પોતાના જ પતિ વિરુદ્ધ કેટલાક ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા છે. જે મામલે પરિણીતાએ પોતાના પતિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે.
રાજકોટ શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનમાં શિલ્પા(નામ બદલાવેલ છે) નામની પરિણીતાએ પોતાના પતિ કામેશ(નામ બદલાવેલ છે) વિરૂદ્ધ આઈપીસીની કલમ 376, 377 અને 323 હેઠળ ગુનો નોંધાવ્યો છે. આજીડેમ પોલીસ ને આપેલ ફરિયાદમાં પરણીતાએ જણાવ્યું છે કે, તેનો પતિ છેલ્લા કેટલાય વર્ષોથી નાની નાની બાબતોમાં ઝઘડો કરી તેની સાથે મારપિટ કરતો હતો.
આ ઉપરાંત ગયા શનિવારના રોજ પતિએ રસોઈ બનાવવા બાબતે ઝઘડો શરૂ કરી માર મારવાનું શરૂ કર્યું હતું. જેના કારણે પરિણીતા ગુમસુમ બની ગઈ હતી. જેનો લાભ લઈ પતિએ તેને માર મારતા સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરી તેની મરજી વિરૂદ્ધ તેની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.