રાયગઢ: હાલમાં છત્તીસગઢના ગરિયાબંદમાંથી એક ચોકાવનારો બનાવ સામે આવ્યો છે. જેમાં એક 26 વર્ષથી મહિલા થોડા દિવસથી પેટમાં દુઃખાવા અને પેટમાં પાણી ભરાઈ જવાના કારણે સોજાથી પરેશાન હતી. મહિલા સારવાર માટે પં. જવાહર લાલ નેહરુ સ્મૃતિ ચિકિત્સા મહાવિદ્યાલયથી સ્ત્રી અને પ્રસૂતિ રોગ વિભાગમાં ભરતી થઈ હતી. તેની તપાસ કર્યા બાદ ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા હતા. મહિલના પેટમાં દુર્લભ લિથોપેડિયન હોવાનું સામે આવ્યું હતું. જેને સ્ટોન બેબી પણ કહેવામાં આવે છે.
જાણવા મળ્યું છે કે, સ્ત્રી અને પ્રસૂતિ રોગ વિભાગના એચઓડી ડો. જ્યોતિ જાયસવાલના નેતૃત્વમાં સ્ટોન બેબીની બહાર કાઢવામાં માટે પેટની સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ આશરે સાત મહિનાનું વિકસીત દુર્લભ સ્ટોન બેબી બહાર કાઢવામાં આવ્યું હતું. સર્જરી બાદ મહિલાના પેટની પરેશાની ખતમ થઈ હતી. ડોક્ટરોના જણાવ્યા અનુસાર, આ પ્રકારના કેસો ભાગ્યે જ જોવા મળે છે.
ડોક્ટર જ્યોતિ જાયસવાલ પ્રમાણે લિથોપેડિયન અથવા સ્ટોન બેબી ત્યારે બને જ્યારે ગર્ભાવસ્થા, ગર્ભાશયની જગ્યાએ પેટમાં થાય છે. જ્યારે આ ગર્ભાવસ્થા અંતત: વિફલ થઈ જાય છે અને ભ્રૂણની પાસે પર્યાપ્ત લોહીની આપૂર્તિ ન થાય ત્યારે શરીરની પાસ ભ્રૂણને બહાર કાઢવાની કોઈ રીત હોતી નથી. ત્યારે શરીર પોતાની સ્વયંની પ્રતિરક્ષા પ્રક્રિયાનો ઉપયોગ કરીને ભ્રણને પથ્થરમાં ફેરવી દે છે. જે શરીરની કોઈપણ એવી વિદેશી વસ્તુઓથી બચાવે છે જેનાથી શરીરને કોઈ નુકસાન થાય નહી. ઉપરાંત, કિડનીને આ પ્રકારના કેલ્સિફિકેશન માને સંક્રમણથી બચાવે છે.
જાણવા મળ્યું છે કે, કેલ્સીફિકેશન એક એવી પ્રક્રિયા છે જેમાં શરીરની કિડનીઓમાં કેલ્શિયમનું નિર્માણ થાય છે જેનાથી કિડનીઓ ફેઈલ થાય છે. આ એક સામાન્ય અથવા અસામાન્ય પ્રક્રિયા થાય છે. ગરિયાબંદમાં મહિલાની 15 દિવસ પહેલા ડિલિવરી થઈ હતી. ત્યારબાદ મહિલાને લગભગ સાડા સાત મહિનાના એક અત્યંત ઓછા વજનના અપરિપક્વ જીવિત શિશુનો જન્મ આપ્યો હતો.
26 વર્ષીય આ મહિલાને એક અન્ય હોસ્પિટલની સોનોગ્રાફીની રિપોર્ટ સાથે રેફર કરવામાં આવ્યું હતું. સોનોગ્રાફી રિપોર્ટના આધાર ઉપર આ અંગે જાણકારી પ્રાપ્ત થઇ હતી. મહિલાના પેટની અંદર લગભગ સાત મહિનાનું સ્ટોન બેબી ગર્ભાશયની બહાર પેટમાં સ્થિત છે અને કેલ્સિયમના જમાવથી પથ્થરમાં બદલાઈ ચુકી હોવાનું જાણવા મળ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.