અકસ્માતની ઘટના ગમે ત્યારે બની શકે છે. કોઈ વ્યક્તિ ક્યારેય એમ કહી શકશે કે નહી કે કયા સમયે, કયા સ્થળે, કોની સાથે અકસ્માત થશે. ત્યારે આવી જ એક ઘટના ફ્લોરિડાથી સામે આવી છે. જ્યાં એક મહિલા પોતાની કારમાં પાડોશીના બાળકને ભૂલી ગઈ હતી.
આ કારને ભારે તાપમાં 7 કલાક પાર્ક કરવામાં આવી હતી. જ્યારે મહિલાને 7 કલાક પછી યાદ આવ્યું કે, ત્યારે તે મહિલા બાળકીને બચાવવા માટે આવી પહોચી હતી. પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. કાર ભઠ્ઠીથી ગરમ થઈ ગઈ હતી અને આટલા લાંબા સમયથી અંદરથી બંધ બાળકીનું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર, મહિલા બાળકીની સાર-સંભાળ લેનાર હતી. તેમના માતાપિતા કામ પર ગયા પછી દિવસ દરમિયાન તેમની સંભાળ લેતી હતી. જયારે આ ઘટના ઘટી ત્યારે પ્લે સ્કૂલથી તે બાળકીને ઘરે લઈને આવી રહી હતી. પરંતુ અચાનક તેમને ભૂલી ગયું કે, બાળક તેમની સાથે હતું.
ત્યારબાદ મહિલા તેમના કામમાં વ્યસ્ત થઇ ગઈ હતી. 7 કલાક જેટલો લાંબા સમય વીત્યા બાદ મહિલાને બાળકી યાદ આવી હતી. હાલમાં આ મહિલાને જેલમાં મોકલી દેવામાં આવી છે. મહિલા પર બેદરકારીને લીધે બાળકીનો જીવ લેવાનો આરોપ કરવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર, 2 વર્ષીય બાળકીની ઓળખ જોસલીન મેરીટાઝા મંડેઝ તરીકે થઈ હતી. તેમનું ધ્યાન 43 વર્ષીય જુઆના પેરેઝ-ડોમિંગો દ્વારા રાખવામાં આવતું હતું. ત્યારે મહિલા બાળકીને તે દિવસે સ્કૂલથી ઘરે લઈ આવતી હતી અને માતાપિતા પાછા ન આવે ત્યાં સુધી તેની સાથે જ રહેતી હતી.
મહિલાએ બાળકીને કારમાં સીટ બેલ્ટબાંધીને બેસાડેલી હતી. ત્યારબાદ તેઓ ઘરે આવ્યાં હતા, પરંતુ તે બાળકીને કારમાંથી બહાર કાઢવાનું ભૂલી ગઈ હતી. ત્યારબાદ બાળકીની લાશ કારમાંથી મળી આવી હતી અને તેમને સીટ બેલ્ટ બાંધેલો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.