હાલમાં કોરોનાના દર્દીઓની સંખ્યામા એકાએક ઉછાળો આવતા વડોદરા શહેરની હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાય રહ્યા છે. જેની સામે દિવસે ને દિવસે ગંભીર દર્દીઓની પરિસ્થિતિમાં પણ વધારો નોંધાયો છે. જેમા દર્દીઓના મોતની સંખ્યામાં પણ ઉછાળો આવી રહ્યો છે.
આ દરમિયાન SSGની કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી મહિલાનુ મૃત્યુ થયું હતુ. જોકે કોવિડ પોઝિટિવ હોવાને કારણે મહિલાને પીપીઈ કીટ પહેરાવી હતી. પરંતુ, તેનુ મોઢું ખુલ્લુ મુકી દેવામા આવ્યુ હતુ. ઉપરાંત જાણવા મળ્યું છે કે, આ મહિલાનો મૃતદેહ લોબીમાં કલાકો સુધી પડી રહ્યો હતો. SSGના કોવિડ હોસ્પિટલના તંત્રની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે.
કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી મહિલાનુ મૃત્યુ નીપજતા તેને પીપીઈ કીટ તો પહેરાવી પરંતુ તેનુ મોઢું ખુલ્લુ મુકી દેવામાં આવ્યુ હતું. જોકે કોવિડ હોસ્પિટલની લોબીમાં ઘણા કોવિડ પોઝિટિવ દર્દીઓ તથા કોરોનાના ટેસ્ટ માટે દર્દીઓ પણ આવતા હોય છે. આ દરમિયાન હોસ્પિટલમાં ફરજ બજાવતા સીક્યુરીટી કર્મીઓ, સર્વન્ટો તથા અન્ય મેડિકલ સ્ટાફ સંક્રમિત થાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
જોકે આ બાબતનો વિડીયો વાઈરલ થતા તંત્ર દ્વારા ડેડબોડીને શૌચાલય પાસે ખસેડી દેવામાં આવી હતી. શું માણસનુ મોત થાય તો તેની કોઈ કિંમત નથી હોતી? આ તે કેવી તંત્રની નફ્ફટાઈ છે? શું મૃતદેહને લોકો જોઈ ના લે તે માટે તેને શૌચાલયની બહાર મુકી દેવામાં આવ્યો? શું હોસ્પિટલના સત્તાધિશો આ બાબતની ગંભીર નોંધ લેશે? કોઈ કાર્યવાહી કરશે? કે પછી જેવુ ચાલે છે તેવુ ચાલવા દેશે?
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.