હાલમાં શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે, ત્યારે આ મહિનામાં મહેંદીનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. જો કે, ભગવાન શિવની પૂજામાં પણ મહેંદીનો ઉપયોગ કરવામાં આવતો નથી, એટલે, કે આ મહિનામાં દેવી પાર્વતીની પૂજા માટે પણ ઘણાં તીજ-તહેવાર હોય છે. જેમાં મહેંદીનો ઉપયોગ પણ ખાસ કરવામાં આવે છે.
મહેંદી એ સોળ શ્રૃંગારમાંની એક છે. એટલે, કે પતિના લાંબા આયુષ્ય, સૌભાગ્ય તથા સમૃદ્ધિની માટે કરવામાં આવતાં દેવી પાર્વતીના વ્રતને મહેંદી લગાવ્યાં વિના કરવામાં આવતાં જ નથી. ભારતમાં મહેંદી લગાવવાની પરંપરા ઘણાં વર્ષોથી ચાલી રહી છે. દેશમાં લગભગ સર્વત્ર જગ્યાએ મહેંદી લગાવવાનો રિવાજ છે. તેને પૂજનની સામગ્રી તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ શ્રાવણ માસમાં મહેંદીનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક હોય છે.
શ્રાવણ એ વરસાદનો મહિનો છે, આ મહિનામાં ઘણાં પ્રકારની બીમારીઓ ફેલાવવાનો પણ ભય રહે છે. આયુર્વેદમાં લીલો રંગ ઘણી બીમારીઓને અટકાવવામાં કારગર માનવામાં આવે છે. મહેંદીની સુગંધ તથા ઠંડક સ્ટ્રેસને પણ ઘટાડે છે. જેને લીધે મહેંદી લગાવવી એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે.
મહેંદીની તાસીર ઠંડી હોવાને લીધે તેનો ઉપયોગ શરીરમાં રહેલ ગરમીને ઘટાડવા માટે પણ કરવામાં આવે છે. હાથ-પગના તળિયે મહેંદી લગાવવાથી શરીરની ગરમીમાં ઘટાડો થાય છે. મહેંદીમાં ઘણી ઔષધીય ગુણ પણ સામેલ છે. મહેંદીની શીતળતા એ તણાવ, માથાનો દુખાવો તથા તાવથી પણ રાહત અપાવે છે. મહેંદી લગાવવાથી ચામડીના ઘણાં રોગ પણ દૂર થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP