સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી અમરધામ સોસાયટીમાં પાણી ન મુદ્દે આજે મહિલાઓ રણચંડી બની હતી. મહિલા ડોલ અને બેડાં લઇ ને રસ્તા પર ઉતરી આવી પાણી નો પ્રશ્ન ઉકેલવા માગ કરી હતી.
સુરતના પુણા અમરધામ સોસાયટી માં બે વર્ષ અગાઉ પાણી ન કનેકશન લેવામાં આવ્યા હતા. જેઓ દ્વારા શરૂઆત થી જ પાણી વેરો, ઘર વેરો ભરવામાં આવી રહ્યો છે. તેમ છતાં સુરત મહાનગર પાલિકા દ્વારા અહીં પૂરતું પાણી આપવામાં આવી રહ્યું નથી. એટલું લો પ્રેસર માં પાણી આવે છે કે મહિલાઓ એક ડોલ પાણી માંડ માંડ ભરી શકે છે. રોજિંદી જિંદગીમાં જરૂરિયાત મુજબ નું પાણી મળી રહેતું ન હતું.
જેથી સ્થાનિક મહિલાઓ પાણી ભરવા બે કિલોમીટર દૂર જવાની નોબત આવતી હતી. કેટલીક વાર તો તેમના નાના બાળકો ને પાણી ભરવા માટે મોકલતા હતા. જે અંગે સ્થાનિક પ્રમુખ દ્વારા વારંવાર સુરત મહાનગર પાલિકા અને વરાછા ઝોનમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ પણ બે વર્ષ દરમિયાન કોઈ ઉકેલ આવ્યો ન હતો.
જેથી આજે મહિલાઓ રણચડી બની હતી. હાથમાં ડોલ અને બેડાં લઈ હોબાળો મચાવ્યો હતો. જો વહેલીતકે આ સમસ્યા નું નિરાકરણ નહિ આવશે તો મનપા કચેરીએ જઈ મહિલાઓ દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.