રામ રાખે તેને કોણ ચાખે : મહિલા પડી ૨૦૦૦ ફૂટ ઊંડી ખીણમાં ,થયો બચાવ..

ચોમાસાના સમયમાં લોકો સાપુતારામાં ફરવા જવાનું વધારે પસંદ કરે છે. પણ ઘણી વાર લોકો ખીણમાં ઉતરવા જતા ખીણમાં પડ્યા હોય તેવા પણ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે પરંતુ એક મહિલા સાપુતારામાં આવેલા સનરાઈઝ પોઈન્ટ પરથી 2 હજાર ફૂટ ઊંડી ખીણમાં પડી હતી પરંતુ મહિલાનો ચમત્કારીક બચાવ થયો હતો.

એક રીપોર્ટ અનુસાર સાપુતારામાં વરસાદી માહોલને માણવા અને કુદરતી સોંદર્યને નિહાલમાં માટે નાસિકથી સુષ્મા પગારે નામની મહિલા તેમના પરિવાર સાથે ફરવા આવી હતી. વરસાદ પડતો હોવા છતાં પણ સુષ્મા પગારે પરિવારના અન્ય સભ્યો સાથે સનરાઇઝ માણવા માટે ટેબલ પોઇન્ટ પર ગઈ હતી. જે સમયે તે ટેબલ પોઈન્ટ પર ફરી રહયા હતા અને ફોટાઓ પાડી રહ્યા હતા, તે સમયે તેમનો પગ લપસી ગયો અને તેઓ એક ઊંડી ખીણમાં ખાબક્યા હતા. ઘટનાને પગલે કેટલાક પર્યટકો અને સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને સુષ્મા પગારેને બચાવવાની કામગીરી શરૂ કરી હતી.

સ્થાનિક લોકોના કહેવા અનુસાર સુષ્મા પગારે જે ખીણમાં પડ્યા હતા, તે ખીણની ઊંડાઈ 2 હજાર ફૂટ હતી પરંતુ સ્થાનિક લોકોએ મહેનત કરીને સુષ્મા પગારેને ખીણની બહાર કાઢી લીધા હતા. સુષ્મા પગારે ખીણમાં રહેલી ઝાડીઓના કારણે બચી ગયા હતા. આ ઘટનામાં તેમને ઈજા થયા સારવાર માટે સાપુતારાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને લઇને પર્યટકોએ સ્થાનિક તંત્રની કામગીરી પર રોષ વ્યક્ત કર્યો હતો, કારણ કે, જે ખીણમાં સુષ્મા પગારે પડ્યા હતા તેની આસપાસ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની પ્રોટેક્શન વોલ બનાવવમાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *