સ્ત્રીઓનુ જીવન કેટલું અઘરું હોય છે એનો પુરાવો આ ગામ છે. સ્ત્રીઓ તથા એમના બાળકો આ ગામમા રહે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, અહી કોઈ પુરુષ રહેતો નથી. જેણે આ ગામ વિશે સાંભળ્યુ છે તેઓ આશ્ચર્યચકિત થઈ જાય છે. એ જ સમયે તમારા મનમા પ્રશ્ન ઉભો થતો હશે કે, આવુ કેમ છે. આ ગામમા પુરુષોના આગમન પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.
આજે અમે આપને આ ગામમાં સ્થાયી થવાની વાર્તા અંગે જણાવીશુ. છેલ્લા 27 વર્ષથી આ ગામમાં પુરુષોનાં આગમન પર પ્રતિબંધ રહેલો છે. આપને જણાવી દઈએ કે, વર્ષ 1990માં આ ગામમાં રહેવા માટે માત્ર 15 મહિલાની જ પસંદગી કરવામા આવી હતી. જેની સાથે બ્રિટીશ જવાનોએ બળાત્કાર કર્યો હતો.
પહેલા આ ગામમાં માત્ર 15 મહિલાઓ રહેતી હતી. આ ગામમાં પુરુષોની હિંસાનો ભોગ બનેલ મહિલાઓનુ રહેઠાણનુ સ્થળ બન્યુ હતુ. આપને જણાવી દઈએ કે, આ ગામમાં એવી મહિલાઓ રહે છે કે, જે બળાત્કાર તથા બાળલગ્ન જેવા ઘરેલુ હિંસાનો શિકાર બનેલ છે. આ જ કારણ છે કે, પુરુષને અહી આવવા પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. અમે વાત કરી રહ્યા છીએ કેન્યામાં આવેલ સમબુરૂ ઉમોજા નામના ગામની.
અહી રહેતી કેટલીક સ્ત્રીઓ ગર્ભવતી થાય છે એમ છતાં તેઓ કોઈ પુરુષની મદદ લીધા વગર બાળકને જન્મ આપે છે તથા બાળકોનો ઉછેર કરે છે. આ ગામની સરહદ ફરતે કાંટાની વાડ કરી દેવામાં આવી છે. આજના આંકડા પર નજર કરવામાં આવે તો આ ગામમાં અંદાજે 250 મહિલાઓ તેમજ બાળકો રહે છે. ગામમાં પ્રાથમિક શાળાઓ તથા સાંસ્કૃતિક કેન્દ્રો પણ આવેલાં છે.
અહી રહેતી મહિલાઓ આવક મેળવવાં માટે સમબુરૂ નેશનલ પાર્કમા આવતા પ્રવાસીઓની માટે ઝુંબેશ સ્થળની વ્યવસ્થા કરે છે. અહી પરંપરાગત જ્વેલરી પણ બનાવીને એનું વેચાણ કરવામાં આવે છે. અગત્યની વાત તો એ છે કે, આ ગામમાં જોવા આવતાં લોકો પાસેથી અહીંની સ્ત્રીઓ દ્વારા નિયત પ્રવેશ ફી લેવામાં આવે છે. જેને લીધે ગામનો ખર્ચ ચાલે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle