મિત્રોએ મોબાઈલ ચોરીનો આરોપ મુકતા યુવકે આપઘાત કરી લીધો

દાણીલીમડામાં કારખાનામાં કામ કરતાં 22 વર્ષીય યુવક ઉપર તેની સાથે કામ કરતાં બે મિત્રોએ મોબાઈલ ચોરીનો આક્ષેપ લગાવ્યો હતો. જેને લીધે તેને લાગી આવતા તેમણે…

દાણીલીમડામાં કારખાનામાં કામ કરતાં 22 વર્ષીય યુવક ઉપર તેની સાથે કામ કરતાં બે મિત્રોએ મોબાઈલ ચોરીનો આક્ષેપ લગાવ્યો હતો. જેને લીધે તેને લાગી આવતા તેમણે મોબાઈલ ફોનમાં રેકોર્ડીંગ કરીને આપઘાત કરી લીધો હતો. આ વિશે દાણી લીમડા પોલીસ દ્વારા બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે.

દાણીલીમડામાં V.P.એક્ઝીમ નામનાં વોશીંગનાં કારખાનામાં રાજસ્થાનનો આકાશ એ.તોમર)22) તેમજ તેનો ભાઈ પણ તેની સાથે કામ કરતો હતો તેમજ બંને કારખાનાનાં ટેરેસ ઉપર ઉંઘી રહેતા હતા. આ કારખાનામાં હરીઓમ ઉર્ફે ગોલુ આર.તોમર તેમજ તેનો ભાઈ સંતોષ આર.તોમર પણ કામ કરતા તેમજ તેઓ પણ રાજસ્થાનનાં વતની છે.

23 સપ્ટેમ્બરનાં દિવસે આકાશ દ્વારા તેનાં પિતરાઈ ભાઈ તેમજ નરોડામાં રહેતાં બ્રિજેશ એમ.સીસોદીયાને ફોન કરીને કહેવામાં આવ્યું હતું કે, તેની સાથે કારખાનામાં કામ કરતા હરીઓમ તેમજ સંતોષ મારી ઉપર મોબાઈલ ચોરીનો ખોટો આક્ષેપ મુકીને મારવાની ધમકી આપે છે તેમજ ખોટા કેસમૉં ફસાવી દેશે, તેવું કહે છે. ઉપરાંત આકાશે કહ્યું હતું કે, અમુક દિવસ અગાઉ પણ બંનેએ મને ચોર કહીને બદનામ કરી નાંખ્યો હતો.

એ પછી 25 સપ્ટેમ્બરનાં દિવસે આકાશે ગળાફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. એ પછી આકાશનાં ભાઈએ બ્રિજેશને કહ્યું હતું કે, હરીઓમ તેમજ તેનો ભાઈ સંતોષ મોબાઈલ ફોન ચોરીનાં ખોટા આક્ષેપ મુકીને પોલીસ કેસમાં ફસાવવાની ધમકી આપતાં હતાં જેના લીધે આકાશને લાગી આવતા કારખાનાનાં ધાબા ઉપર ગળાફાંસો ખાઈ લીધો.

ગળાફાંસો ખાધો તે અગાઉ આકાશ દ્વારા મોબાઈલમાં વિડીયો રેકોર્ડીંગ કરવામાં આવ્યું હતું તેમાં તેણે કહ્યું હતું કે,આજના જમાનામાં કોઈ ઉપર ભારોસો કરવો નહિ. હું મારા મિત્રો ગોલુ અને સંતોષની સાથે અમદાવાદમાં રહેતો હતો. મારા મિત્રોને મારા ઉપર ભરોસો નહતો અને તેમાંથી એકનો મોબાઈલ ખોવાઈ ગયો હતો. મારા મિત્રોએ મારા ઉપર શક કર્યો હતો. હું આત્મહત્યા કરીને મારી સાબિતી આપવા માંગું છું. આ વિશે આકાશનાં પિતરાઈ બ્રિજેશ સીસોદીયાએ હરીઓંમ તોમર તેમજ સંતોષ સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *