દેશનું એકમાત્ર એવું મંદિર કે, જેનાં દર્શનમાત્રથી જ મહિલાઓને પ્રાપ્ત થાય છે સંતાનપ્રાપ્તિનું સુખ

કેટલાંક એવાં ચમત્કારિક મંદિર સમગ્ર ભારતમાં આવેલા છે. આવા જ એક મંદિર વિશે આપને જણાવવા માટે જઈ રહ્યાં છીએ. હાલમાં જે જાણકારી સામે આવી રહી છે કે, જેના વિશે તમને ભાગ્યે જ ખબર હશે. આપને જણાવી દઈએ કે, ભારતનાં લોકો એટલા ધાર્મિક છે કે, અહીં પથ્થરોની પણ પૂજા કરવામાં આવે છે. નદી, ગાયને માતાનો દરજ્જો આપવામાં આવે છે.

આવા કેટલાંક ચમત્કાર ભારતમાં આસાનીથી મળી શકે છે. જ્યાં ભગવાનની દયા હોય છે ડોક્ટર નહીં પરંતુ ઘરમાં સુખ લાવી શકે છે તો આવો જ એક ચમત્કારિક મંદિર તમિલનાડુમાં આવેલ વિલ્લુપુરમમાં ઇન્દુમ્બન મંદિર છે. અહીં એવું કહેવામાં આવે છે કે, જે સ્ત્રીઓને બાળક નથી થતું તેઓને આ સમસ્યામાંથી મુક્તિ મળે છે. મંદિરમાં આવતા મોટાભાગના લોકો સંતન પ્રાપ્તિ માટે અહીં આવે છે.

તેઓ બાળકોની તબિયત સુધારવા માટે આવે છે. એવું માનવામાં આવે છે કે, આ ફળ ખાવાથી સ્ત્રીઓને સંતાન પ્રાપ્ત થાય છે. આટલું જ નહીં, આ મંદિરમાં આ કેટલાંક ચમત્કાર થયા છે. જેમાં વર્ષોથી જુદા પડેલા લોકો તેના પરિવારના સભ્યોને મળ્યા છે. આ મંદિરને ચમત્કારિક માનવામાં આવે છે. આ મંદિરમાં જોવા મળતા લીંબુની બોલી લગાવવામાં આવે છે. જેની કિંમત 60,000 રૂપિયા સુધી જાય છે.

તમને જણાવી દઈએ કે, જો તમે ખુબ લાંબા સમયથી બાળકની ખુશી મેળવવા માટે કેટલીક જગ્યા પર રઝળપાટ કરી રહ્યા છો. લોકોનું માનવું છે કે, આ મંદિરમાં દેવીને ફળ ચઢાવવાથી તેમની ઇચ્છા પૂર્ણ થાય છે તથા પરિવારને ગૌરવ આપે છે. અહીંથી ખરીદેલ લીંબુ તેમને સમસ્યામાંથી મુક્તિ આપે છે. લીંબુની ખાસ વિશેષતા એ છે કે, તીવ્ર ગરમી હોવા છતાં પણ તે ઘણાં દિવસો સુધી લીલોતરી રહે છે.

અહીં તે લીંબુ મેળવવા માટે બોલી લાગતી હોય છે. આ વખતે એક લીંબુની હરાજી કુલ 23,000 રૂપિયામાં થઈ છે. મંદિરમાં 11 દિવસ સુધી ચાલનાર ધાર્મિક તહેવાર ‘ઉથી-રામ’ ના પ્રથમ દિવસે માત્ર 1 લીંબુ કુલ 23,000 રૂપિયામાં વેચાય છે. આની ઉપરાંત 10 વધારે લીંબુ ભક્તોએ કુલ 61,000 રૂપિયામાં ખરીદ્યો છે. વિલ્લપુરમના લોકોનું માનવું છે કે, આ મંદિરમાં દેવતાને ફળ ચઢાવવાથી તેમની ઇચ્છા પૂર્ણ થાય છે તથા તેમના પરિવારમાં સમૃદ્ધિ આવે છે. અહીં મેળો ભરાય છે. જેમાં પ્રથમ લીંબુને 9 દિવસ પૂજા દ્વારા ચમત્કારિક બનાવવામાં આવે છે. આપને જણાવી દઈએ કે, લીંબુના આ પ્રસાદની ખરીદી કરનાર વ્યક્તિ ક્યારેય પણ નિરાશ થતો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *