Women’s Day Special: ટ્વીષા કાકડીયા છે Taekwondo ચેમ્પિયન, ભારત માટે જીતી ચુકી છે અનેક મેડલ્સ

સુરત શહેરના કતારગામ ખાતે રહેતા અને હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા રત્નકલાકાર વિજયભાઈ કાકડિયાની ૧૮ વર્ષીય દિકરી ટ્વીષા- Twisha Kakadiya એ ટેકવેન્ડો સ્પર્ધામાં ૨૨ જેટલા ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલો મેળવીને સુરતનું ગૌરવ વધાર્યું છે.

મુળ ભાવનગરના ઉમરાળા તાલુકાના તરપાળા ગામના વતની અને વર્ષોથી સુરત ખાતે સ્થાયી થયેલા કાકડિયા પરિવારની દીકરીએ રમતગમતની સંઘર્ષમય સફર ખેડીને સફળતા મેળવી છે.

ટ્વીષા ગજેરા વિદ્યાભવનમાં ધોરણ-૧૨ કોમર્સમાં અભ્યાસ કરવાની સાથે છેલ્લા આઠ વર્ષથી ટેકવેન્ડો રમી રહી છે. જેણે દેશ-વિદેશમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લઈ અનેક વિક્રમો પોતાના નામે કર્યા છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય ટેકવેન્ડો સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી અત્યાર સુધીમાં ૧૭ ગોલ્ડ, ૧ સિલ્વર, ૪ બ્રોન્ઝ સહિત કુલ ૨૨ મેડલો પ્રાપ્ત કરી માતૃભુમિનું ગૌરવ વધાર્યું છે.

Twisha Kakadiya એ સતત ૮ વખત ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યા છે, જ્યારે ખેલ-મહાકુંભમાં ૪ ગોલ્ડ અને ૧ સિલ્વર મેડલ મેળવ્યા છે. કેડેટ ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપમાં ૧ ગોલ્ડ, જુનિયર ગુજરાત સ્ટેટ ચેમ્પિયનશીપમાં ૧ ગોલ્ડ, નેશનલ સ્કુલ ગેમ્સમાં ૧ ગોલ્ડ, ૨ બ્રોન્ઝ, નેશનલ કેડેટ ટેકવાન્ડો ચેમ્પિયનશિપમાં ૧ ગોલ્ડ, ઈન્ડિયન ઓપન ઈન્ટરનેશનલ જી-૧ ચેમ્પિયનશિપમાં ૧ ગોલ્ડ, એશિયન જુનિયર ટેકવાન્ડો ચેમ્પિયનશિપમાં ૧ બ્રોન્ઝ, ફેર ઓપન જુનિયર ટેકવાન્ડો ચેમ્પિયનશિપમાં ૧ બ્રોન્ઝ સહિત ૧૭ ગોલ્ડ, ૧ સિલ્વર, ૪ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી શહેરનું નામ રોશન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *