મહાશિવરાત્રિના પરમ પવિત્ર દિવસે શ્રી કષ્ટભંજન દેવને અદ્ભુત શણગાર, ઘરેબેઠા કરો દાદાના લાઈવ દર્શન

કષ્ટભંજન દેવ (Kashtabhanjan Dev): આજે મહાશિવરાત્રિ (Mahashivratri) ના આ ભવ્ય તહેવારે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે (Kashtbhanjan Dev Mandir- Salangpur) હનુમાન દાદાને એક વિશેષ શણગાર કરવામાં…

કષ્ટભંજન દેવ (Kashtabhanjan Dev): આજે મહાશિવરાત્રિ (Mahashivratri) ના આ ભવ્ય તહેવારે સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરે (Kashtbhanjan Dev Mandir- Salangpur) હનુમાન દાદાને એક વિશેષ શણગાર કરવામાં આવ્યા છે. હનુમાનજી દાદાને અધર ચંદ્ર અને મહાદેવ વાળા આભૂષણ પહેરાવામાં આવ્યા છે.

આજે સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા માટે ભક્તો મહેરામણ ઉમટ્યું છે. ભક્તોએ દાદાના શણગાર જોઈને ધન્યતા અનુભવી હતી. બોટાદ જિલ્લામાં આવેલા બરવાળા તાલુકાના સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં હરિભક્તો દેશ-વિદેશથી દર્શન કરવા માટે અને દાદાના આશીર્વાદ લેવા માટે આવે છે.

એવું પણ કહેવામાં આવે છે કે, શ્રધ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ. દરરોજ સાળંગપુર મંદિરે મોટી સખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે. દરેક તહેવાર અને શનિવારે અન્નકૂટ સહિત અનેક કાર્યક્રમો કરવામાં આવે છે. મહાશિવરાત્રિના શુભ અવસરે આજે સાળંગપુર કષ્ટભંજન હનુમાન દાદાના દર્શન કરવા માટે ભક્તોનું મહેરામણ ઉમટ્યું છે.

મહાદેવના દિવસે મંદિરોમાં અનેક પ્રકારના કાર્યક્રમો હોઈ છે. મહાશિવરાત્રિ એટલે ભોળાનાથને રીઝવવાનો. મહાશિવરાત્રિ નિમિત્તે હનુમાનજી દાદાને ભગવાન ભોળાનાથના ચહેરા જેવો શણગાર કરવામાં આવ્યો છે. હનુમાનજી દાદાની મૂર્તિની આજુ-બાજુ મહાદેવની જટા બનાવવામાં આવી છે.

ઝટામાંથી ગંગા વહેતી હોઈ તે રીતે આસપાસ અદભૂત લાઈટિંગ સાથેનો શણગાર કરવામાં આવ્યો છે. દાદાના આ અદ્ભુત શણગાર સાથેના દર્શન કરી હરીભક્તોએ ધન્યતા અનુભવી હતી. મહાદેવની જટામાં રુદ્રાક્ષની માળા, સાપ અને અધર ચંદ્ર જોવા વાળાના મન મોહી લે છે. દાદાની મૂર્તિની આજુ-બાજુ હિમાલય પર્વતના પણ શણગાર કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *